Loksabha Election 2024: ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં અમિત શાહ વિશાળ રોડ શો યોજી મતદારો પાસે ભાજપ માટે મત માંગી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના કરવામાં આવતા વિરોધ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપીને તેમના બચાવમાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા હારી શકે છે! 10 ટકા મતો જ પથારી ફેરવશે, રાજકોટ બેઠકના આ છે નવા સમીકરણો


રૂપાલાજીએ હૃદયથી માફી માગી લીધી છે: અમિત શાહ
ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ક્ષત્રિયો આંદોલન કરીને રાજ્યભરમાં વિરોધ કરી રહ્યા છે અને રૂપાલાને હટાવવાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે અમિત શાહના રોડ દરમિયાન જ્યારે તેમણે આ મુદ્દા વિશે પુછવામાં આવ્યું ત્યારે અમિત શાહે જણાવ્યું હતું કે રૂપાલાજીએ હૃદયથી માફી માગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે.


રમકડાં રમવાની ઉંમરમાં અમદાવાદની 6 વર્ષની દીકરીનો કમાલ, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ


મહત્વનું છે કે સાણંદથી શરૂ થયેલા શાહના આ પ્રચંડ પ્રચારમાં રોડ-રસ્તા ભાજપના કાર્યકરોથી ઉભરાઈ ગયા હતા. શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા. આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની ઝાકમઝોળ જોવા મળી હતી. શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ઢોલ નગારાના તાલે સમર્થકો ઝૂમ્યા હતા અને ચારે બાજુ જયશ્રી રામ...400 પારના નારા લાગ્યા હતા. શાહના રોડ શોમાં સમર્થકો અને કાર્યકરોનો જમાવડો જોઈ શકાય તેવો હતો. ઠેર ઠેર કેસરિયા ઝંડા જ જોવા મળી રહ્યા હતા. કેસરી સાફા અને ભાજપના સમર્થનમાં ઠેર ઠેર હોડિંગ્સ અને પોસ્ટરોને કારણે આખા માહોલ જાણે ભાજપ મય બની ગયો તેમ લાગતું હતું.


ના ભાજપ, ના કોંગ્રેસ..ગુજરાતની આ બેઠક પર ચાલે છે 'તલવાર'નું રાજ! બાપુઓ બનશે કિંગમેકર


  • ગુજરાતમાં અમિત શાહનો રણટંકાર 

  • વિશાળ રોડ શોમાં ઉમટ્યું સમર્થકોનું ઘોડાપુર 

  • ગાંધીનગર મતવિસ્તાર કેસરિયા રંગમાં રંગાયો!

  • શાહના સમર્થનમાં કાર્યકરોનો જયઘોષ

  • ગીત-સંગીત અને ઢોલના તાલે ઝૂમ્યા કાર્યકરો


કરુણ ઘટના! રોડ શોના બંદોબસ્તમાં વ્યસ્ત હોમગાર્ડ જવાન ધબકારા ચૂક્યો, થયું કરૂણ મોત


અમિત શાહે ઝી 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશની જનતાએ 400 પારનું મન બનાવી દીધું છે. તો શાહે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપની લીડ વધશે તેવો દાવો પણ કર્યો. અમિત શાહે રોડ શોની વચ્ચેથી સમર્થકો અને કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આહવાન કર્યું હતું.


રામકુટી પુષ્કર: બ્રહ્માજીની પવિત્ર નગરી જ્યાં પહોંચ્યા બાદ તણાવો અને થાક વિસરી જાય!


અમિત શાહ 19 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે. નોમિનેશન કરતાં પહેલા શાહે વિશાળ રોડ શો યોજીને વિપક્ષને ચેલેન્જ આપી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાત આવવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત આવવાના છે. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં અનેક રેલીઓનું આયોજન કરાયું છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ વખતે કોને ચૂંટીને દિલ્લી મોકલે છે?