બ્રિજેશ દોશી/ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારમાં આવતીકાલે (10 સપ્ટેમ્બર) ગાંધીનગર મહાનગરપાલિકામાં 116 કરોડથી વધુ રૂપિયાના કામોનું ઈ-લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં કુલ- ૧૩૪ કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામોનું સાસંદ અમિત શાહ કરશે ઈ- લોકાર્પણ – ખાતમુહૂર્ત. ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીનું આધુનિકરણ કરવા માટે નાણાંકીય હિસાબ સંચાલન, માનવ સંસાધન સિસ્ટમ, યોજના સંચાલન, પ્રાપ્તિ વ્યવસ્થાપન, સંપત્તિ, અહેવાલ, મોબાઇલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, આંતર- વિભાગ ફાઇલ સંચાલન જેવા અનેક કામોનું સરળીકરણ કરવા માટે રૂપિયા ૫૩૮ લાખના ખર્ચે તૈયાર થયેલ ઈ.આર.પી. અને ઈ- ગવર્નન્સ પ્રોજેકેટનું લોકાર્પણ કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં 3ની હત્યા કરનાર સ્ટોન કિલરની પથ્થર મારીને હત્યા, એક શંકાસ્પદની અટકાયત


ગાંધીનગરના નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પૂરી પાડવા માટે રૂપિયા ૫૧૯ લાખના ખર્ચે પ્રોપટી ટેક્ષ સર્વે એન્ડ બેઝ મેપ ક્રિએશન, અપડેશન એન્ડ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ એન્ટરપ્રાઇઝ જી.આઇ.સી. એપ્લીકેશનનું પણ લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૪૩૫ લાખના ખર્ચે સેકટર –૨,  ૭/એ અને  ૯ ના નવીનીકરણ કરવામાં આવેલા બગીચાઓનું પણ  ઈ-લોકાર્પણ કરશે ગાંધીનગર તાલુકામાં પીપળજ અને પીંડારડા ગામમાં રૂપિયા ૧૦ લાખ જેટલાના ખર્ચે તૈયાર થયેલા જનસુખાકારીના વિવિધ કામોનું લોકાર્પણ થશે. ભવિષ્યમાં સેકટરોમાં ટ્રાફિકની સમસ્યા ન થાય તેનું આગોતરા આયોજનના ભાગ રૂપે ગાંધીનગરના સેકટર – ૭,૧૧,૧૭,૨૧ અને ૨૨ ખાતે રૂપિયા ૩૩ કરોડ ૨૨ લાખના ખર્ચે રસ્તાઓનો વિકાસકામનું તથા અન્ય સેકટરોમાં સ્માર્ટ સીટી યોજના અંતર્ગત કન્સ્ટ્રકશન ઓફ ફોર લેનીંગ ઓફ સેકટર લેવલ રોડૂસ એન્ડ એપ્રોચ રોડૂસની કામગીરી રૂપિયા ૩૦ કરોડ ૪૮ લાખના ખર્ચે થનારા કામનું ખાતૂમૂહુર્ત કરશે. 


વડોદરા: માત્ર 22 દિવસનું બાળક ગોત્રી સિવિલમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું


કલોલ તાલુકાના આદરજ મોટી ગામે રૂપિયા ૯૦ લાખથી વધુના ખર્ચે કન્યાશાળામાં ૧૧ વર્ગખંડ અને મોટી ભોયણ ગામે શાળા નંબર – ૧ માં રૂપિયા ૩૩ લાખ જેટલા ખર્ચે નવા ૪ વર્ગ ખંડના નવનિર્માણ કામનું પણ ઈ-ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર તાલુકાના રૂપાલ, વાસન, સરઢવ, આદરજ મોટી,સોનીપુર ઉનાવા, પીંપળજ, જલુંદ અને  પીંડારડા  ગામમાં  વિકાસના ૨૩ કામો રૂપિયા ૫૦ લાખના ખર્ચે થશે. જેમાં આંગણવાડીની કંપાઉન્ડ વોલ, સી.સી. રોડ,  સ્મશાન પેવર બ્લોક, ગટરલાઇન, સંરક્ષણ દિવાલ, ધોબીધાટ, પાણીની પાઇપલાઇન, શાળામાં શેડ જેવા વિવિધ કામોનું પણ  ઈ- ખાતમુહૂર્ત કરશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube