પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી જી.કિશનરેડ્ડી આવ્યા, માધુપુરના મેળાનું અનોખું મહાત્મય ગણાવ્યું
ભગવાન માધવરાય અને રાણી રૂકમણીના વિવાહ પ્રસંગે આયોજીત પાંચ દિવસીય માધવપુર મેળામાં દરરોજ અલગ-અલગ મહાનુભાવો પહોંચી રહ્યા છે. જેમા મેળાના બીજા દિવસે પણ કેન્દ્રીય મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. `માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રુકમણી શ્રી માધવરાય ભગવાન` માધવપુરમા હજારો વર્ષ પૂર્વે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ યોજાયા હતા. તે પ્રસંગની ઉજવણીના ભાગરુપે વર્ષોથી માધવપુર ખાતે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વિવાહ પ્રસંગે માધવપુરમા જે પાંચ દિવસીય મેળો યોજાય છે તે મેળાનું છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણ આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેળના પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કીશન રેડ્ડીપણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર : ભગવાન માધવરાય અને રાણી રૂકમણીના વિવાહ પ્રસંગે આયોજીત પાંચ દિવસીય માધવપુર મેળામાં દરરોજ અલગ-અલગ મહાનુભાવો પહોંચી રહ્યા છે. જેમા મેળાના બીજા દિવસે પણ કેન્દ્રીય મંત્રી અને ત્રિપુરાના મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. "માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રુકમણી શ્રી માધવરાય ભગવાન" માધવપુરમા હજારો વર્ષ પૂર્વે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ યોજાયા હતા. તે પ્રસંગની ઉજવણીના ભાગરુપે વર્ષોથી માધવપુર ખાતે ભગવાન માધવરાય અને રાણી રુકમણીના વિવાહ પ્રસંગને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વિવાહ પ્રસંગે માધવપુરમા જે પાંચ દિવસીય મેળો યોજાય છે તે મેળાનું છેલ્લા ત્રણ વર્ષથી સંપૂર્ણ આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે મેળના પ્રથમ દિવસે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી કીશન રેડ્ડીપણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વાહ!!! કમિશ્નર હોય તો આવા! ભત્રીજાની ખોવાયેલી બેગ શોધી આપવા વિનંતી કરી, પછી છૂટ્યા આદેશ અને...
કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ મેળામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય એકતાનો મેળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના લગ્ન પ્રસંગનો મેળો છે. આ મેળો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ચરિતાર્થ કરી ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિને જોડાણ કરે છે. મંત્રીએ સરકારનો એજન્ડા ભારતને શક્તિશાળી દેશ બનાવવાનો છે તેમ જણાવીને આત્મનિર્ભર ભારત અભિયાન સાથે દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલા કામો અને ખાસ કરીને દેશને ગૌરવ થાય તેવી મળેલી સિદ્ધિઓ વાત કરી હતી.
જામનગર આયુર્વેદિક યુર્નિવસિટીના 33 સિક્યુરિટી ગાર્ડના બળજબરીથી રાજીનામાં લઇ લેવાયા! હાલત કફોડી બની
પૂર્વોત્તર અને પશ્ચિમ સંસ્કૃતિને જોડતા એકતાના પ્રતિક સમાન માધવપુર મેળામાં પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રીઓ પણ મુલાકાત લઇ રહ્યા છે ત્યારે બીજા દિવસે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબે પરિવાર સાથે મુલાકાત લીધી હતી. મેળામા તેઓએ લોકોને સંબોધતા એવું જણાવ્યું હતું કે, આ ત્રિપુરા સહીત ઉત્તર પૂર્વીય રાજ્યોનું ગુજરાતના આત્મા સાથે મિલન છે. ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ઉત્તર પૂર્વીય વિસ્તારના રૂકમણીજી સાથે માધવપુરમાં થયા હતા. આ એક સાંસ્કૃતિક સમન્વયની મહાન સંસ્કૃતિ છે તેમ જણાવીને ભગવાનના પ્રસંગના મેળામાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો તે અંગે ધન્યતાની લાગણી વ્યક્ત કરી હતી. ત્રિપુરાના મુખ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી કહ્યું કે આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે ત્રિપુરાને ભારત સાથે જોડ્યું હતું. મહાત્મા ગાંધીજી ની આ પાવનભૂમિ છે તેમ પણ જણાવ્યું હતું.
Gujarat Election પહેલા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો
માધવપુર મેળામાં બીજા દિવસે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ આ ઐતિહાસિક માધવપુર મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન પ્રસંગે યોજાતા માધવપુરના મેળામાં સરકાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આગામી વર્ષમાં મેળાને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવે તેવા આપણા પ્રયાસો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની સાંસ્કૃતિક વિરાસતોને ઉજાગર કરવામાં આવી રહી છે તેમ જણાવીને કાશીના વિકાસ અને ભારતના તીર્થસ્થળોની ભવ્યતા અને સરકારની પ્રતિબધ્ધતાની માહિતી આપી હતી. માધવપુર મેળાના આ પ્રસંગે પોરબંદર તેમજ કુતિયાણાના ધારાસભ્યો તથા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રવાસન નિગમના એમડી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને જુદા જુદા રાજ્યના કલાકારો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રુક્મિણી વિવાહને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube