જામનગર આયુર્વેદિક યુર્નિવસિટીના 33 સિક્યુરિટી ગાર્ડના બળજબરીથી રાજીનામાં લઇ લેવાયા! હાલત કફોડી બની
આજે કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા તેમજ મનપા પૂર્વ વિપક્ષના નેતા આનંદ ગોહિલ તેમજ છૂટા કરાયેલા સિક્યુરિટી ગાર્ડસને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: આયુર્વેદિક યુનિવર્સીટીમાંથી 30 જેટલા સિક્યુરિટી ગાર્ડને ફરજ પરથી છૂટા કરે કરી દેવામાં આવતા આજે કોંગ્રેસ નગરસેવિકા રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી તમામ 33 સિક્યુરિટી ગાર્ડને ફરીથી ફરજ પર લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, જામનગરની આયુર્વેદ યુનિવર્સીટીમાં કોરોનાકાળમાં પણ સતત 10 વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા 33 જેટલા સિક્યુરિટી ગાર્ડને આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ધોરણ 10 પાસ ન હોવાનું બહાનું આગળ ધરી છૂટા કરી દેવામાં આવતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા તેમજ મનપા પૂર્વ વિપક્ષના નેતા આનંદ ગોહિલ તેમજ છૂટા કરાયેલા સિક્યુરિટી ગાર્ડસને સાથે રાખીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
જેમાં જણાવવામાં આવ્યું કે અગાઉ કોઈ આ પ્રકારના ધોરણ 10 પાસના સિક્યુરિટી ગાર્ડસ માટે નિયમો ન હતા. અચાનક જ આ નવો નિયમ આયુર્વેદ યુનિવર્સિટીના સંચાલકો બહાર લાવી અને તેમને ફરજ મુક્ત કર્યા છે. જ્યારે હાલ લાગવગ વાળા લોકોને નોકરી આપવામાં આવી રહી છે. ફરક મુક્ત કરાયેલા 33 સિક્યુરિટી ગાર્ડ 45 વર્ષથી વધુની ઉંમરના હોય અને હવે તેમને ગુજરાન ચલાવું પણ મુશ્કેલ હોય ત્યારે તેને ફરીથી ફરજ પર લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે