Gujarat Election પહેલા હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો
સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાનો અને આગચંપી મામલે અપીલ પર નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મુક્યો છે અને કહ્યું છે કે સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો. જોકે આ ચુકાદો વચગાળાની રાહત છે.
મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલે આ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી દેતા હાર્દિકે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જો કે તે સમયે સુપ્રીમ કોર્ટે આ અરજી તરત જ સાંભળવાનો ઈન્કાર કર્યો હતો.. હાર્દિકની અપીલ હતી કે તેની સજા પાછી ખેંચવામાં આવે. જેથી તે 2019ની ચૂંટણી લડી શકે. સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણો અને આગજનીની અપીલો પર ચુકાદો ન આવે ત્યાં સુધી હાર્દીક પટેલની સજા પર રોક લગાવી લીધી છે. સાથે એમ પણ કહ્યું છે કે હાઈકોર્ટે પણ સજા પર રોક લગાવવાની જરૂર હતી..
Supreme Court stays conviction of Congress leader Hardik Patel until the appeals are decided, in rioting and arson during the Patidar quota stir, saying that concerned High Court should have stayed the conviction
(file pic) pic.twitter.com/OmFIztatVo
— ANI (@ANI) April 12, 2022
અગાઉ ગત મહિને ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનમાં થયેલા કેસોમાંથી 10 કેસ પાછા ખેંચી લીધા છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, તે વખતે કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરોને આપવામાં આવેલા આદેશો અનુસાર કેસોને પાછા ખેંચવા માટે અલગ અલગ કોર્ટમાં અરજીઓ આપવામાં આવી હતી. અમદાવાદમાં કોર્ટે સાત કેસ પાછા ખેંચવા માટે અનુમતિ આપી હતી.
આ કેસ પણ પાછા ખેંચાયા
સિટી મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પાછા ખેંચવા માટે અનુમતિ આપી, જેમાં કલમ 143, 144, 332 જેવી અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ વિરુદ્ધ દેશદ્રોહના કેસ સિવાય અમદાવાદની કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ હાર્દિક પટેલ અને અન્યો સામેનો ફોજદારી કેસ 15 એપ્રિલે પાછો ખેંચવાનો આદેશ આપી શકે છે.
બીજી બાજુ હાર્દિક પટેલે માંગ કરી હતી કે આંદોલન સાથે જોડાયેલા તમામ કેસને સરકાર પાછો લઈને પાટીદાર યુવાનોને રાહત આપે. હાર્દિકે સરકારને ચેતવણી આપી હતી કે, જો કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો ફરીથી આંદોલન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે