અતુલ તિવારી/અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં 60 મું અંગદાન થયું. 35 વર્ષના બે બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનથી 7 વ્યક્તિઓનું જીવન કાર્યક્ષમ બન્યું છે. અત્યાર સુધીમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ, 10 હ્યદય, 4 હાથ અને 8 ફેફસા મળીને 184 અંગોના દાન થકી 163 જરૂરિયાતમંદોનું જીવન બદલાયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના અંગદાનથી 163 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. તાજેતરમાં જ થયેલા 60 માં અંગદનની વાત કરીએ તો, ખેડાના 35 વર્ષીય નીગમભાઇ સિધ્ધપુરાને બ્રેઇન હેમરેજ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કથિત દારૂબંધી વચ્ચે દારૂડીયાઓના માત્ર વડોદરાના જ આંકડા જોઇ ચોંકી ઉઠશો, મહિલાઓ ત્રાહીમામ્


જેમને સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય કર્યો. બ્રેઇનડેડ નીગમભાઇના અંગદાનમાં એક હ્યદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. જે તમામ અંગોને જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ અગાઉ 59 માં અંગદાન અંગે વાત કરીએ તો 36 વર્ષીય સુરેન્દ્ર રામને પણ બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. જેમના અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું.


ભાઇએ જમીન વેચી બહેનના લગ્ન કર્યા, લંપટ વરરાજાએ ગાડી નહી આવતા યુવતીને લીધા વગર ચાલતી પકડી


આ જ રીતે થોડા દિવસ અગાઉ મહિસાગરના લાડુબેન માંછીને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોના અથાગ પ્રયાસો છતા તેઓ બ્રેઇનડેડ થયા. બ્રેઇનડેડ થયેલ લાડુબેનના પરિજનોએ સિવિલ હોસ્પિટલના તબીબોને અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. અંગદાનની સંમતિ બાદ રીટ્રાઇવલ સેન્ટરમાં અંગોના રીટ્રાઇવ માટે લઇ જવામાં આવ્યા. જ્યાં તબીબોની 5 થી 7 કલાકની મહેનત બાદ બે કિડની અને એક લીવરનું દાન મળ્યું હતું. 


GUJARAT CORONA UPDATE: નવા 31 કેસ, 24 દર્દી સાજા થયા, એક પણ મોત નહી


અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ અંગદાન વિશે માહિતી આપતા કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 60 બ્રેઇનડેડ અંગદાતાઓના મળેલા 184 અંગો થકી 163 જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 96 કિડની, 52 લીવર, 6 સ્વાદુપિંડ, 10 હ્યદય, 4 હાથ અને 8 ફેફસાનું દાન મળ્યું છે. જે અંગદાન અંગે લોકોમાં પ્રવર્તેલી જનજાગૃતિનું પરિણામ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube