આણંદના વિદ્યાર્થીઓએ તૈયાર કરી અનોખી ટોપી, સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં કરશે મદદ
કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજ્કોસ્ટ સી.સી પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના બાળકો દ્વારા નજીવા ખર્ચે અત્યાધુનિક ટોપી તૈયાર કરવામાં આવી છે
જપ્તવ્ય/ આણંદ: કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યારે ગુજ્કોસ્ટ સી.સી પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના બાળકો દ્વારા નજીવા ખર્ચે અત્યાધુનિક ટોપી તૈયાર કરવામાં આવી છે.
કોરોના મહામારીની ચેન તોડવા ડિસ્ટન્સ જાળવવું ખુબ જ જરૂરી બન્યું છે. ત્યારે ગુજકોસ્ટ ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત આણંદ સી.સી.પટેલ લોક વિજ્ઞાન કેન્દ્રના 3 વિદ્યાથીઓએ ધોરણ 9 માં અભ્યાસ કરતી એક બાળકીની મદદ માટે એક ટોપી બનાવી છે.
આ પણ વાંચો:- કોરોનામાં એલોપેથીની સાથે આયુર્વેદનો પ્રયોગ ખુબ જ અસરકારક, દર્દી 7 દિવસમાં બેઠો થયો
ટોપી પહેરનાર વ્યક્તિના આગળ તેમજ ડાબી અને જમણી બાજુ 60 સેન્ટીમીટરથી નજીક કોઈ પણ આવે તો આ ટોપીમાં લાગેલું સેન્સર તેને ડિટેક્ટ કરી ટોપીમાં લાગેલું બઝર વાગવા લાગે છે જેથી ટોપી પહેરનાર વ્યક્તિને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં સરળતા રહે છે અને કોરોના વાયરસ જેવી મહામારીથી લોકો પોતાને સુરક્ષિત રાખી શકે છે.
કોરોના બાદ જ્યારે પ્રથમ વખત સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ માટે બાળકોને કેહવામાં આવ્યું ત્યારે બાળકોને પોતાના હાથ મોઢાથી નજીક નહીં લઇ જવા અથવા મોઢા પર અડવાથી રોકવાનો શિક્ષકો પ્રત્યન કરી રહ્યા હતા. ત્યારે ધોરણ 9 માં અભ્યાસ કરતી એક બાળકીને એક અનોખો વિચાર આવ્યો કે હાથ મોથી નજીક આવેએ પૂર્વ આપણને આભાસ કરાવે તેવા કોઈ યંત્રનું નિર્માણ કરવામાં આવે તો...
આ પણ વાંચો:- ઉત્તરાખંડથી વિમાનમાં અમદાવાદ લવાયા મુંબઇના શખ્સને, સિમ્સમાં સારવાર બાદ કોરોના આપી માત
જ્યારે બાદએ બાળકીએ એક જુના હાથ ઘડિયાળમાં સિરિંજને કાપી એક સર્કિટ લગાવીને બઝર લાગવાયું હતું જેથી હાથ ઊંચો થાય ત્યારે ઘડીયાળમાં રહેલું બઝર વાગવા લાગે છે પરંતુ આ બાબતથી બાળકી સંતુષ્ટના થઇ અને કોરોના માટે વધુ કંઈક નવતર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. જેથી વિદ્યાર્થીની તેના પ્રિન્સિપલની મદદથી લોક વિજ્ઞાન કેન્દ્ર પર રૂબરૂ જઈ ત્યાં અભ્યાસ કરતા બાળકોની મદદ માંગી હતી.
ત્યારબાદ લોક વિજ્ઞાન કેન્દ્રના 3 વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ વિચારી ઓછા ખર્ચમાં ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કંઈક બનાવવાનો વિચાર આવ્યો હતો. જ્યારે બાદ બેઠેલા વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ ટોપી પહેરી હતી તેમથી વિચાર આવ્યો અને એ ટોપીમાં તેઓ દ્વારા સેન્સર અને બઝર લગાવીને એક સર્કિટના માધ્યમથી જોડી એક અનોખી ટોપીનું નિર્માણ કરવામાં આવ્યું છે. હજુ પણ વિધાર્થીઓ દ્વારા રિચાર્જબ્લે તેમજ ચોમાસામાં પણ ઉપયોગી બની શકે તેવી ટોપી તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube