કોરોનામાં એલોપેથીની સાથે આયુર્વેદનો પ્રયોગ ખુબ જ અસરકારક, દર્દી 7 દિવસમાં બેઠો થયો

 ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે સંશોધનનો નીચોડ સામે આવ્યો છે. બે ગ્રુપમા ૨૬ દર્દીઓ ઉપર પ્રયોગ કરી તેમના જરૂરી રીપોર્ટ અને તપાસ કરી સારવાર પહેલા, સારવાર દરમિયાન અને સારવાર બાદ મળેલા પરિણામોના તારણ કાઢ્યા હતા. 
કોરોનામાં એલોપેથીની સાથે આયુર્વેદનો પ્રયોગ ખુબ જ અસરકારક, દર્દી 7 દિવસમાં બેઠો થયો

અમદાવાદ : ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે સંશોધનનો નીચોડ સામે આવ્યો છે. બે ગ્રુપમા ૨૬ દર્દીઓ ઉપર પ્રયોગ કરી તેમના જરૂરી રીપોર્ટ અને તપાસ કરી સારવાર પહેલા, સારવાર દરમિયાન અને સારવાર બાદ મળેલા પરિણામોના તારણ કાઢ્યા હતા. 

Group - A (STG)માં સરેરાશ ૧૨.૧૯ દિવસમાં જ્યારે આયુર્વેદ સારવારના Group B (ATG) માં સરેરાશ ૭.૮૫ દિવસ બાદ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. સારવાર પ્રાપ્ત કરનાર Group - B ના તમામ દર્દીઓના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આયુર્વેદ સારવાર ગ્રૂપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દીને ICU માં રિફર કરવા નથી પડ્યા કે એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી.

વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રાજયના નાગરિકોને સુરક્ષિત કરવા માટે રાજયભરમા આયુષ નિયામકની કચેરી દ્વારા આયુષ સારવાર માટે અસરકારક કામગીરી કરવામા આવી રહી છે જેના ઘણા સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. દર્દીઓને એલોપેથી સારવારની સાથે સાથે આયુર્વેદિક સારવાર કોવિડ માટે આપવામા આવી છે જે સાચા અર્થમા કારગત નીવડી છે. અમદાવાદની સીવિલ હોસ્પિટલ ખાતે ૧૨૦૦ બેડની કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ ખાતે સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર સાથે માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવાર માટે એલોપેથી તજજ્ઞ સમિતિની મંજૂરી સાથે સંશોધન કાર્ય હાથ ધરાયુ હતુ. આ સંશોધન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની પૂર્વ મંજૂરી સાથે હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ સંશોધન માટે જે દર્દીઓ સંમત હતા તેવા દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો જે સંશોધનના નીચોડમા આ પરિણામો મળ્યા છે. 

આયુષ નિયામક દ્વારા જણાવ્યાનુસાર આ સંશોધન કાર્ય બે ગ્રૂપમાં કરવામાં આવ્યા હતા. જેમાં Group A (STG-Standard Treatment Group) માં ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતેની સ્ટાન્ડર્ડ એલોપેથીની સારવાર આપવામાં આવી હતી જેમાં એલોપેથીનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસરવામાં આવેલ અને Group B (ATG- Ayurved Treatment Group) માં આયુષ પ્રભાગ, ગુજરાત રાજ્ય માન્ય નિશ્ચિત પ્રોટોકોલની આયુર્વેદ સારવારને એલોપેથીક સારવારની સાથે સાથે આપવામાં આવી. 

Group – B (ATG) માં આયુર્વેદ પ્રોટોકોલ અન્વયે ઔષધ આપીને સારવાર કરાઈ હતી જેમાં દશમૂલ ક્વાથ ૨૦ ml+, પથ્યાદિ ક્વાથ ૨૦ ml+, ત્રિકટુ ચૂર્ણ ૨ ગ્રામ, ૪૦ ml ઉકાળો દિવસમાં એકવાર સવારે ભૂખ્યા પેટે આપવામાં આવ્યો હતો. સંશમની વટી (૫૦૦ મિલિગ્રામ  ટેબલેટ ) ૧ ગ્રામ સવારે અને ૧ ગ્રામ સાંજે જમ્યા પછી, આયુષ – ૬૪ ટેબલેટ (૫૦૦ મિલિગ્રામ  ટેબલેટ ) એક ગ્રામ સવારે અને એક ગ્રામ સાંજે જમ્યા પછી, યષ્ટીમધુ ઘનવટી (૨૫૦ મિલિગ્રામ ચૂસવા માટેની ટેબલેટ) ત્રણ ગ્રામ પ્રતિદિન ૬ વિભાજિત ભાગમાં દિવસ દરમિયાન ચૂસવા માટે આપવામાં આવી હતી. આ દવાઓ વધુમાં વધુ ૨૮ દિવસ સુધી અથવા RT –PCR  નેગેટિવ આવે ત્યાં સુધી ચાલુ રાખવામા આવી હતી. 

તેમણે ઉમેર્યુ કે, આ સંશોધન આયુષ નિયામક ની કચેરી દ્વારા અખંડાનંદ આયુર્વેદના સ્પેશિયાલીસ્ટ દ્વારા બંને જૂથમાં ૨૬ દર્દીઓ ઉપર દર્દીઓની સંમતિથી આ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને તેમના જરૂરી રીપોર્ટ તથા તપાસ સારવાર પહેલા (BT-Before treatment), સારવાર દરમિયાન અને સારવાર બાદ (AT-After treatment) કરવામાં આવ્યુ હતું. આ સંશોધન અભ્યાસ અન્વયે કોઈપણ દર્દીમાં Adverse Drug Reaction (ADR) જોવા મળી નથી. તમામ દર્દીઓના RT-PCR રીપોર્ટ સારવાર પૂર્વે (BT) અને સારવાર બાદ (AT) કરવામાં આવેલ. જેમાંથી આયુર્વેદ સારવાર અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર Group - B  ના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવેલ છે. સારવાર પ્રાપ્ત કરનાર Group - B  ના તમામ દર્દીઓના RT-PCR નેગેટિવ આવેલ છે. 

જયારે Group - A (STG)માં RT-PCR ટેસ્ટ નેગેટિવ થવામાં સરેરાશ ૧૨.૧૯ દિવસ જ્યારે આયુર્વેદ સારવારના Group B (ATG) માં સરેરાશ ૭.૮૫ દિવસ સમય લાગ્યો હતો. Group Bમા આયુર્વેદ સારવાર ગ્રૂપ અન્વયે સારવાર પ્રાપ્ત કરનાર કોઈપણ દર્દી ને લક્ષણ વધેલ નથી અને ICU સારવાર માટે રિફર કરવામાં આવેલ નથી તથા એક પણ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ નથી. આયુર્વેદ સારવારના Group B (ATG)માં ૦-૩ દિવસમાં રિકવરી થયેલ ૮ દર્દીઓ (એટલે કે કુલ સંશોધન માં સામેલ દર્દીઓના ૩૩%)  મળેલ જયારે Group A (STG) માં ૩ દિવસ સુધીમાં એકપણ દર્દી  રિકવર થયેલ જોવાં મળેલ નથી. 

Group - B અંતર્ગત આયુર્વેદ સારવાર પ્રાપ્ત કરનાર દર્દીઓના કોવિડ-૧૯ ના લક્ષણોમાં હતા તેમા તાવ (Fever) 3.95 દિવસ,ગળાનો સોજો (Sore throat)  7.5 દિવસ, ખાંસી (Cough)15.21 દિવસ, શ્વાસ લેવામાં તકલીફ (Dyspnoea) 14.76 દિવસ,શરદી (Running Nose) 10.5 દિવસ,અશક્તિ (General Weakness) 10 દિવસ,માથાનો દુખાવો  (Head ache) 11.75 દિવસ,ઊબકા (Nausea) 3 દિવસના સરેરાશ સમયમાં દર્દીઓને રાહત જોવા મળી છે.આમ આયુષ સારવારના લીધે કોવિડ સામે નાગરિકોને સુરક્ષિત કરવા અને ઈમ્યુનીટી વધારવા મા સફળતા મળી છે ત્યારે નાગરિકોને વધુ ને વધુ આયુષ સારવાર લેવા અનુરોધ પણ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news