અતુલ તિવારી/ અમદાવાદ : કોરોના મહામારી શરૂ થઈ ત્યારબાદથી બ્લડ ડોનેટ કરતા લોકોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તે માટે સંસ્થાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી જુદી જુદી જગ્યાઓ પર કેમ્પો શરૂ કરવામાં આવી રહ્યા છે. થેલેસેમિયા હોય કોઈ મેજર સર્જરી કરાવવાની હોય ત્યારે લોકોને બ્લડની જરૂર પડતી હોય છે. આ બ્લડ સમયાંતરે બ્લડ ડોનેટ કરતા લોકોના માધ્યમથી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવતું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે, 1 મેથી 18 વર્ષ અને તેની ઉપરના તમામ લોકો માટે દેશભરમાં વેકસીનેશનની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે એવામાં બ્લડ ડોનેટ કરતા લોકોને વેકસીન લેતા પહેલા ફરી એકવાર બ્લડ ડોનેટ કરવાની અપીલ કરાઈ રહી છે. આ સંદર્ભે ઝી 24 કલાક એ થેલેસેમિયાથી પીડિત યુવાન કે જેને દર 15 દિવસે બે બોટલ બ્લડની જરૂર પડે છે એવા યુવાન સાથે વાતચીત કરી, આ યુવાને પોતે વેકસીન લીધી છે.


ખાસ કરીને કોઈ બીમારીથી પીડાતા હોય એવા કેટલાક લોકો વેકસીન લેવાથી ડરી રહ્યા છે ત્યારે આ યુવાને લોકોને પ્રેરણા પુરી પાડી છે. થેલેસેમિયા પીડિત યુવાને અપીલ કરતા કહ્યું કે વધુમાં વધુ લોકો વેકસીન લેતા પહેલા બ્લડ ડોનેટ કરે, જેથી જરૂરિયાતમંદ લોકોને મદદ મળી શકે છે. તજજ્ઞો મુજબ કોરોના વેકસીનઓ પહેલો ડોઝ લીધાના 28 દિવસ સુધી બ્લડ ડોનેટ કરી શકાતું નથી, તો બીજા ડોઝ લીધાના 60 દિવસ સુધી બ્લડ ડોનેટ કરી શકાતું નથી. 


ઝી 24 કલાક એ કેટલાક એવા યુવાનો સાથે પણ વાત કરી કે જેમણે વેકસીન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું સાથે જ વેકસીન લેતા પહેલા જરૂરિયાતમંદ લોકો માટે બ્લડની અછતના સર્જાય તે માટે બ્લડ ડોનેટ પણ કર્યું હતું. આ યુવાનોએ કહ્યું કે અમે સમયાંતરે બ્લડ ડોનેટ કરીએ છીએ પણ હવે વેકસીન લઈશું એટલે બ્લડ ડોનેટ કરી નહીં શકીએ માટે વેકસીન લેતા પહેલા જ બ્લડ ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube