ઉદય રંજન/અમદાવાદ : પોલીસ કડક હાથે કામ લેતી તમે ઘણી વાર જોઈ હશે. જો કે ક્યારેક ક્યારેક કેટલાક પોલીસ અધિકારી કે કર્મચારીનું માનવીય પાસુ પણ સામે આવી જતું હોય છે. એક 5 વર્ષનું બાળક જે બે દિવસ પેલા બોપલ બ્રીજ નીચેથી મળ્યું હતું તે બાળકની 2 દિવસથી પોલીસ સ્ટેશનમાં પરિવારની જેમ રહી રહ્યું છે. મહાશિવ રાત્રીના દિવસે એક મજુર ફેમિલીએ તેમનું 5 વરસનું બાળક તેમના એક સગાવાલાના ઘરે 2 દિવસ માટે મોકલ્યું હતું. પરંતુ તે બાળક તેમનાથી છુટુ પડી ગયું હતું. તે પછી બાળક બોપલ બ્રીજ નીચેથી મળી આવ્યું હતું. તે બાળકને પોલીસે બે દિવસ સુધી પોતાની સાથે રાખ્યું. બીજી તરફ તેના માતા પિતાની શોધખોળ શરૂ કરી. તે 2 દિવસ દરમિયાન બાળકને જરા પણ એકલા પણું લાગવા દીધું નહોતું. આ બાળકને સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ જ લાડકોડથી રાખવામાં આવ્યું હતું અને સાચવવામાં આવ્યું હતું. બે દિવસ બાદ આજે સવારે આ બાળકના માતા-પિતા બાળકને શોધતા-શોધતા બોપલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને ત્યાં પોલીસ દ્વારા તેના માતા-પિતાની વેરીફાઇ કરી બાળકને માતા-પિતાની હવાલે કરવામાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેર: વિધુર અને ત્યક્તા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ, જો કરવી પડી આત્મહત્યા કારણ છે ચોંકાવનારૂ


જો કે આ બાળકને શોધવામાં સૌથી મહત્વનો ફાળો સોશિયલ મીડિયાનો રહ્યો હતો. પોલીસે સોશિયલ મીડિયામાં બાળકનો ફોટો તમામ જગ્યાએ ફરતો કર્યો હતો. જેમાં બોપલ ખાતે રહેતા એક સામાજિક કાર્યકર્તા માલવ પંડિત એટલે કે એક ટિકટોક યુઝર જે સમાજ સેવાનું કામ કરે છે. જેને આ બાળક ગુમ થયેલાની જાણ થતા તેમના ટિકટોકમાં વિડિઓ અપલોડ કર્યો હતો. ત્યાર બાદ તેમના એક ફોલોઅર્સ જે બોપલમાં રીક્ષા ચાલક છે. તે રિક્ષાચાલક જોડે આજે સવારે બાળકના માતા-પિતા આવ્યા અને બાળક વિશે પૂછપરછ કરવા લાગ્યા ત્યારે રિક્ષાચાલકે માલવ પંડિતનો સંપર્ક કરી તેને બોપલ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા અને ત્યાં બાળક અને માતા પિતાનું મિલન થયું.


ગુજરાત બજેટ 2020: રાજધાનીને મળશે કમિશ્નર, નીતિન પટેલની મહત્વની જાહેરાત


હમ તો પોલીસ હંમેશા દમણ મૂળમાં જ જોવા મળતી હોય છે, પરંતુ આજે પોલીસનું એક નવું રૂપ જોવા મળ્યું. જે બાળક તેના માતા-પિતાથી વિખુટો પડી ગયું હતું અને તે જ બાળકને પોલીસે પોતાના દીકરાની જેમ રાખ્યો રાત પડે પોલીસ કર્મચારી તેને પોતાના ઘરે લઈ જાય. પોતાના દીકરાને દીકરી જોડે આ જ બાળકને પોતાનો દીકરો છે એ જ રીતે રાખવામાં આવતો હતો, એટલું જ નહીં પરંતુ આ બાળકને નવા કપડા એ પણ પોલીસ દ્વારા લઈ આપવામાં આવ્યા હતા. બાળક કહી શકાય કે એવા જ માહોલ રહ્યો એને કે પોતાના ઘરમાં જ રહેતો હોય એવું જ લાગતું હતું. એટલું જ નહીં પરંતુ ખરેખર જ્યારે બાળકના માતા-પિતા પોલીસ સ્ટેશન બાળકને લેવા આવ્યા અને બાળકને જ્યારે કહેવામાં આવ્યું. ત્યારે તે બાળક તેના માતા-પિતા જોડે જવામાં બી ના પાડી રહ્યો હતો એટલો પ્રેમ પોલીસ દ્વારા આ બાળકને બે જ દિવસમાં આપવામાં આવ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube