શહેરા: વિધુર અને ત્યક્તા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ, આત્મહત્યાનું કારણ છે ચોંકાવનારૂ

પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતીનાં હોવાનું સામે આવી રહ્યું છે. યુવક વિધુર હતો. જ્યારે યુવતીનાં પણ છુટાછેડા જ થયેલા હતા.જો કે સમાજ તેમનો સંબંધ નહી સ્વિકારે તેવો ડર તેમને કોરી ખાતો હતો. બંન્ને એક નહી થઇ શકે તેવાં ડરનાં કારણે આખરે બંન્નેએ જીવન ટુંકાવ્યું હતું.

Updated By: Feb 26, 2020, 11:36 PM IST
શહેરા: વિધુર અને ત્યક્તા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ, આત્મહત્યાનું કારણ છે ચોંકાવનારૂ

શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતીનાં હોવાનું સામે આવી રહ્યું છે. યુવક વિધુર હતો. જ્યારે યુવતીનાં પણ છુટાછેડા જ થયેલા હતા.જો કે સમાજ તેમનો સંબંધ નહી સ્વિકારે તેવો ડર તેમને કોરી ખાતો હતો. બંન્ને એક નહી થઇ શકે તેવાં ડરનાં કારણે આખરે બંન્નેએ જીવન ટુંકાવ્યું હતું.

ગુજરાત બજેટ 2020: રાજધાનીને મળશે કમિશ્નર, નીતિન પટેલની મહત્વની જાહેરાત

ઘટના અંગે જાણ થતાની સાથે જ બંન્નેના પરિવારજનો સ્થળ પર દોડીને આવ્યા હતા. શહેરા પોલીસ પણ ઘરે પહોંચી ગઇ હતી. બંન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મુદ્દે વધારે તપાસ ચાલુ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube