Mahesana News : એક આદર્શ ગામ તરીકે તમને કોઈ ગામનું નામ લેવું હોય તો કયુ લો. ત્યારે આંખ મીંચ્યા વગર ગુજરાતના એક જ ગામનું નામ મોઢે આવે. એ છે મહેસાણાના બેચરાજી તાલુકાનું સાંકાપુર ગામ. આ ગામની ખાસિયત છે કે, આ ગામમાં કોઈના ઘરે ચુલો સળગતો નથી. ચુલો માત્ર ગામમાં એક જ જગ્યાએ પેટવાય છે અને આખું ગામ એક રસોડે જમે છે. 21 મી સદીમાં માનવામા ન આવે તેવો આ કિસ્સો છે. પરંતુ આ સાચું છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના આ ગુજરાતના આ ગામમાં જોવા મળે છે. તેથી જ સાંકાપુર ગામ ગુજરાતના નક્શામાં અનોખું ગામ તરીકે તરી આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણાના વિજાપુરના સાંકાપુર ગામની સ્થિતિ એવી છે કે, ગામમાં કુલ 116 પરિવારોનો વસવાટ છે. જેમાંથી હવે માત્ર 45 પરિવાર ગામમાં બચ્યા છે. આમાંથી 15 પરિવારોના સંતાનો શહેરમાં નોકરી ધંધા માટે વસી ગયા છે. આ 15 દંપતી હવે સાવ એકલતાભર્યુ જીવન જીવે છે. તેથી આ પરિવારોને સહારો મળી રહે અને તેમની એકલતા દૂર થાય તે માટે 2022 માં ગામમાં સામુહિક ભોજનનો પ્રયાસ કરાયો હતો. 


ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો, બરમુડામાં પણ નહિ ચાલે


આ પરંપરા શરૂ કરનાર ગામના બકાભાઈ પટેલ અને વિક્રમભાઈ પટેલ જણાવે છે કે, આખું ગામ જ એક કુંટુંબની જેમ રહે છે, એક જ રસોડે જમે છે, સુખ-દુ:ખના પ્રસંગે એકબીજાની પડખે ઉભા રહે છે. આ માટે અમે ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. રોજ અહી 100 લોકો એક ભાણે જમે છે. જેમાં જો કોઈ ન જમવાનુ હોય તો આગલા દિવસે જાણ કરી દેવામાં આવે છે. જેથી અન્નનો બગાડ ન થાય. 


મહારાષ્ટ્રના દુષ્કાળમાં કરાયુ હતું કૌભાંડ, જાણો કેસ વિશે જેમાં વિપુલ ચૌધરીને થઈ સજા


આ પ્રથાથી ફાયદો
આ પ્રથાનો ફાયદો એ છે કે, એકસાથે જમતા વડીલો એકબીજાના સુખદુખના સાથી બનીગ યા છે. પરિવાર વિદેશમાં હોઈ ઘરમાં વાત કરવા કોઈ હોતું નથી. તેથી આ પ્રકારે બધા ભેગા મળે એટલે સમય પણ પસાર થઈ જાય. આજે આ ગામમાં રહેતા દરેક વૃદ્ધને ગામમાં એકલા રહેવાનો કોઈ વસવસો નથી કે પછી પોતાના બાળકો સાથે નહિ રહેવાનો પણ વસવસો નથી.


સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા