૨૪ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : મહેસાણામાં ૮ ઇંચ તો બેચરાજી, રાધનપુરમાં પાંચ ઇંચ વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં ૮૨.૨૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦.૧૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં ૮૨.૨૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ધ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૪/૮/૨૦૨૨ ના રોજ સવારે ૭.૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસયો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં ૨૦૩ મીમી એટલે કે આઠ ઇંચથી વધુ જયારે મોરબી તાલુકામાં ૧૩૪ મીમી, બેચરાજીમાં ૧૨૪ મીમી અને રાધનપુર તાલુકામાં ૧૨૧ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
આ ઉપરાંત વિસનગર તાલુકામાં ૧૧૪ મીમી, ઇડર તાલુકામાં ૧૨૦ મીમી, અને પાટણ તાલુકામાં ૯૮ મીમી મળી કુલ ૩ તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં ૮૨ મીમી, સરસ્વતીમાં ૯૦ મીમી, અમીરગઢમાં ૮૯ મીમી, પોશીનામાં ૮૯ મીમી, માણસામાં ૮૯ મીમી, જોટાણામાં ૮૪ મીમી અને હિમતનગરમાં ૭૪ મીમી મળી કુલ ૯ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ભાજપના ગઢમાં ગાબડું પાડવા આપની 'ગેરન્ટી' તો કોંગ્રેસનો 'વાયદો', શું જીતશે જનતાનો વિશ્વાસ
વિસનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે. જેને પગલે વિસનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના લીધે અમુક વિસ્તારોમાં જીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. વરસાદને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં પડેલા ૫ ઇંચ વરસાદના પાણી અમુક વિસ્તારમાં હજુ સુધી નીસર્યા નથી. અમુક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
રાજ્યના જળ સંપતિ વિભાગના ફ્લડ સેલ ધ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યના ૨૦૭ જળાશયો માં તા. ૨૪/૮/૨૦૨૨ સુધીમાં ૮૧.૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૯૦.૯૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૩૦,૩૨,૪૬, MCFT જળસંગ્રહ છે. અને ૨૦૬ જળાશયોમાં ૪,૨૭,૨૧૧ MCFT જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે ૫૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૭૨ જળાશયો સરદાર સરોવર સહીત ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે, ૨૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે, અને ૨૮ જળાશયો ૨૪ ટકાથી ઓછા ભરાયા છે.
રાજ્યના ૫૬ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૩૯ જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ પર, ૧૬ જળાશયોમાં ૮૦ ટકાથી ૯૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ પર તથા ૧૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube