ભાજપના ગઢમાં ગાબડું પાડવા આપની 'ગેરન્ટી' તો કોંગ્રેસનો 'વાયદો', શું જીતશે જનતાનો વિશ્વાસ

વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આવી જોઇએ કોણે શું વચનો-વાયદા- અને ગેરન્ટી આપી છે. 

ભાજપના ગઢમાં ગાબડું પાડવા આપની 'ગેરન્ટી' તો કોંગ્રેસનો 'વાયદો', શું જીતશે જનતાનો વિશ્વાસ

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષોએ કમર કસી લીધી છે. પાર્ટીના નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટી પુરજોશમાં કૂદી પડી છે. અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ સતત ગુજરાતના આંટાફેરા મારી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના સમયે વાયદાના બજાર ગરમ જોવા મળી રહ્યા છે. 

આમ આદમી પાર્ટીની ગેરન્ટી બાદ કોંગ્રેસે પણ વાયદોઓ આપ્યા છે. દરેક પક્ષ ચૂંટણી જીતવા માટે વાયદાઓ આપી રહ્યું છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં જનતાને વચનો આપી રહ્યા છે. કોંગ્રેસે જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો વાયદો આપ્યો છે તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં શિક્ષણ,આરોગ્ય અને મફત વિજળીની ગેરન્ટી આપી રહી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. તો આવી જોઇએ કોણે શું વચનો-વાયદા- અને ગેરન્ટી આપી છે. 

આમ આદમી પાર્ટીની ગેરન્ટી
- ગુજરાતની જનતા અમને સત્તામાં લાવશે તો સૌને 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે.
- આમ આદમી પાર્ટી તરફથી ગુજરાતના દરેક પરિવારના બાળકો માટે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપવાની ખાતરી.
- ગુજરાતના દરેક બાળકો માટે ફ્રી અને શાનદાર શિક્ષણ આપીશું. ગુજરાતની દરેક સરકારી શાળાને ખાનગી શાળાની જેમ ભવ્ય બનાવવામાં આવશે. 
- ગુજરાતમાં રહેવાવાળી દરેક વ્યક્તિનો ઈલાજ મફત અને ગુણવત્તાયુક્ત હશે.
- દિલ્હી માફક ગુજરાતમાં મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવશે. જેટલા સરકારી દવાખાના છે એને ખાનગી જેમ સર્વોચ્ચ બનાવીશું.
- ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને સ્ત્રી સન્માન રાશિ આપશે
- મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાની સ્ત્રી સન્માન રાશિનો વાયદો 
- ગુજરાતના યુવાનોને નોકરીઓ નહીં મળે ત્યાં સુધી અમારી સરકારમાં 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. 
- પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.
- ડિસેમ્બરમાં સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા, એપ્રિલમાં પોસ્ટિંગ, મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા, જુલાઈમાં રિઝલ્ટ.
- ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા, નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા અને ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ.

કોંગ્રેસના વાયદા

1. મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના - તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર, રૂ. 5 લાખનો અકસ્માત વીમો.

● એમઆરઆઈ, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો મફત છે.
●ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) - બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે,

2. જૂની પેન્શન સ્કીમ (પ્રી-પેન્શન સ્કીમ) - 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે પૂર્વ-પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવશે.
• માનવીય અભિગમ. એનપીએસ. શેરબજાર,

3 અલગથી કૃષિ બજેટ.
● રાજસ્થાનના 33 માંથી 16 જિલ્લામાં દિવસ દરમિયાન કૃષિ વીજળી આપવામાં આવે છે, બાકીની આગામી વર્ષ સુધી આપવામાં આવશે.
● કૃષિ વીજ જોડાણ પર દર મહિને રૂ. 1000ની સબસીડી,

4. દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી.

5. ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના.

6 ઉત્તમ કોવિડ મેનેજમેન્ટ, ભીલવાડા, રામગંજ મોડલ. શ્રી રઘુ શર્મા આરોગ્ય મંત્રી હતા.
● કોવિડમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 50,000 રૂપિયાની આર્થિક સહાય
● વિધવા મહિલાઓ 1 લાખ અને વિધવા પેન્શન આપવામાં આવી રહ્યું છે.
● અનાથ બાળકોને 1 લાખ રૂપિયા રોકડા, 5 લાખ રૂપિયાની FD, સહાયક પેન્શન અને શિક્ષણ આપવામાં આવે છે.

7 ઇન્દિરા રસોઈ યોજના-
8 રૂપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન, 358 જગ્યાએ કાર્યરત, 1000 કરી રહ્યા છે.
8. 1 લાખ 29 હજાર નોકરીઓ આપવામાં આવી છે, 1 લાખ પ્રક્રિયામાં છે અને 1 લાખ વધુ આપવામાં આવશે.
● ગુજરાતમાં 14 પેપર લીક. જ્યારે રાજસ્થાનમાં એક જ ઘટનામાં દોષીતોને જેલમાં મોકલ્યા અને ફરી પેપર કરાવ્યા.

9. 1400 નવી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવી છે.

10. 21,449 કરોડના ખર્ચે 7920 કિમીના નવા રસ્તાઓનું નિર્માણ, ગુજરાત કરતાં વધુ સારા રસ્તા.

11. દરેક બ્લોકમાં RICO ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 11 લાખ કરોડના એમઓયુ થકી રાજસ્થાનનું રોકાણ. RIPS પોલિસી, MSME પોલિસીમાં કસ્ટમાઇઝ્ડ પેકેજ – 3 વર્ષ માટે પરવાનગી લેવાની રહેશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news