હિતલ પારેખ/ગાંધીનગર :લોકડાઉનમાં અટકી પડેલી શૈક્ષણિક પ્રવૃત્તિને ફરીથી કાર્યરત કરવા મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી શરૂ કરવામાં આવશે. ugcની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે. યુજીસીની ગાઈલાઈન અનુસાર, યુજીસીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષ અને અન્ય પરીક્ષાઓ પણ  25 જૂન, 2020 થી શરૂ થશે. યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવાયો છે. સાથે જ કહેવાયું છે કે, પરીક્ષાનો સમયગાળો બે કલાકનો રહેશે અને જરૂર જણાય ત્યાં મલ્ટીપલ શિફ્ટમા પરીક્ષા લેવામાં આવશે. કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ પ્રિવીયસ સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે. જેને મેરિટ લિસ્ટ તરીકે ઓળખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન-4માં ખાનગી બસોની મંજૂરી નથી, નજરે પડશે તો ડિટેઈન થશે : ગૃહ વિભાગ 


Ugc guidelines અનુસાર યુજી ની ટર્મિનલ  ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષાઓ  આગામી 25 જૂનથી અને પીજીના પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ તારીખ 25 જૂનથી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો છે. આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, પરીક્ષાઓ તાલુકા કક્ષાએ, સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે. અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે 100 ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.      


નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, ગુજરાતમાં 5000થી વધુ ટેસ્ટ થાય છે, તમારા ટેકાથી મહારાષ્ટ્રમાં શુ થઈ રહ્યું છે એ જુઓ


કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે. તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે. acpc સિવાયના એડમિશન તારીખ 15 જૂનથી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી ૯૦ ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના ૧૦ ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી ઓગસ્ટ, 2020માં કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ 26 મે, 2020થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.


અમદાવાદની તપન હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી કરી ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ પકડાવ્યું  


શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, સેમેસ્ટર ૩, ૫, અને ૭, અને ૭ નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2019થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-1 તારીખ 1 august 2020 શરૂ કરાશે. Acpc કોર્સ માં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ 30 જુલાઈ, 2020 ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે. કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે. તેમણે વધુમાં કહ્યું કે, પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઈઝર અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર