નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, ગુજરાતમાં 5000થી વધુ ટેસ્ટ થાય છે, તમારા ટેકાથી મહારાષ્ટ્રમાં શુ થઈ રહ્યું છે એ જુઓ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવા આવેલી સુઓમોટો અરજીનો મામલામાં હાઇકોર્ટે અદ્યતન હોસ્પિટલને  કેમ કોરોના સારવારમાં લેવાઈ નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, હાઈકોર્ટે જે અવલોકન અને ઓર્ડર કર્યા છે તે અંગે રાજ્યના એડવોકેટ જનરલ સાથે ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ અને cmoના સિનિયર અધિકારીઓએ ચર્ચા કરી છે. તમામે હાઈકોર્ટના અવલોકન મામલે અભ્યાસ કર્યો. સરકાર આગામી અઠવાડિયે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. કેટલાક દૈનિક પત્રોમાં મારા નામ સાથે ઘણી ટિપ્પણી કરવામાં આવી છે. કોર્ટ માં જે બાબત વિચારાધીન હોય, એ મામલે મારે કઈ કહેવાનું રહેતું નથી. કેસની મુદત દરમ્યાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. મધ્યમોમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો એ બાબતે મારી વાત કરું છું. 

Updated By: May 25, 2020, 11:02 AM IST
નીતિન પટેલનો કોંગ્રેસને જવાબ, ગુજરાતમાં 5000થી વધુ ટેસ્ટ થાય છે, તમારા ટેકાથી મહારાષ્ટ્રમાં શુ થઈ રહ્યું છે એ જુઓ

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવા આવેલી સુઓમોટો અરજીનો મામલામાં હાઇકોર્ટે અદ્યતન હોસ્પિટલને  કેમ કોરોના સારવારમાં લેવાઈ નથી તે મામલે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રીયા આપતા જણાવ્યું કે, હાઈકોર્ટે જે અવલોકન અને ઓર્ડર કર્યા છે તે અંગે રાજ્યના એડવોકેટ જનરલ સાથે ચર્ચા થઈ છે. મુખ્યમંત્રી, કાયદા મંત્રી, મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ અને cmoના સિનિયર અધિકારીઓએ ચર્ચા કરી છે. તમામે હાઈકોર્ટના અવલોકન મામલે અભ્યાસ કર્યો. સરકાર આગામી અઠવાડિયે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. કેટલાક દૈનિક પત્રોમાં મારા નામ સાથે ઘણી ટિપ્પણી કરવામાં આવી છે. કોર્ટ માં જે બાબત વિચારાધીન હોય, એ મામલે મારે કઈ કહેવાનું રહેતું નથી. કેસની મુદત દરમ્યાન રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવશે. મધ્યમોમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો એ બાબતે મારી વાત કરું છું. 

લોકડાઉનમાં પહેલીવાર ગુજરાતના એરપોર્ટ ધમધમતા થશે, આવતીકાલે 3 શહેરોમાંથી ફ્લાઈટ ઉડાન ભરશે

ટેસ્ટીંગ મામલે થયેલા વિવાદ અંગે તેમણે જણાવ્યું કે, આરોગ્ય મંત્રીએ કેટલી વાર સિવિલની મુલાકાત લીધી છે. પાછલા 2 મહિનામાં 5 વાર મેં તેની મુલાકાત લીધી છે. તજજ્ઞો સાથે વાતચીત કરી છે, સિનિયર તબીબો સાથે વાતચીત અને મુલાકાત કરી છે. દરેક બાબતો જાહેર કરવાની હોતી નથી. પણ આ પ્રશ્નો ઉઠ્યા ત્યારે કહેવું પડે છે. તબીબો વચ્ચે ટેસ્ટિંગ માટે વિવાદ થયો  હતો. ડો.શશાંક પંડ્યા અને ડૉ.અપૂર્વ પટેલ વચ્ચેનો વિવાદ થાળે પાડ્યો છે. સ્ટાફ વચ્ચે કોઈપણ વિવાદ થાય તો અમે ઉકેલ લાવીએ છે. આટલી મોટી હોસ્પિટલ અને કોલેજો ચાલે છે, ત્યારે દરેકનું સંકલન કરવું એ મોટું કામ છે. કોરોના મહામારી વચ્ચે પણ આ કામગીરી કરવી એ ઘણી અઘરી છે.

અમદાવાદની તપન હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી કરી ઉઘાડી લૂંટ, 2 ના બદલે 5 લાખનું બિલ પકડાવ્યું  

તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યાને 55 દિવસ થયા છે. ત્યારથી આજદિન સુધી મુખ્યમંત્રી અને અમે રોજ કલાકો બેઠક કરીએ છીએ. રાજ્યના નાગરિકો માટે અમે સતત કામગીરી કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને આદેશોનું પાલન કરતા હોઇએ છીએ. આખી સરકાર હાલ કોરોના મામલે કામ કરી રહી છે. ગુજરાતની આસપાસના રાજ્યોના લોકો અમદાવાદની સિવિલમાં સારવાર માટે આવે છે. સરકાર કોઈપણ ભેદભાવ વગર તમામની સારવાર કરે છે.

કોરોના મામલે રાજ્ય સરકારની કામગીરી અંગે તેઓએ કહ્યું કે, કોરોના મામલે જરૂરી તમામ વસ્તુઓની આગોતરી ખરીદી સરકારે કરી છે. જ્યારે ppe કીટ શુ છે એ કોઈને ખબર ન હતી ત્યારે તેને ખરીદી લેવાઈ હતી. મારી ઉંમર 64 વર્ષ થઈ છે. 
સરકાર સિનિયર સિટીઝનને બહાર જવાનું ના કહે છે. પણ અમે રાજ્યના નાગરિકો માટે જરૂર હોવાથી બધે જઇએ છે. અમે પ્રજાના હિત માટે જોખમ લઈને પણ કામ કરી રહ્યા છે. બંધારણ માટે સરકાર એટલે વહીવટકર્તા, નિર્ણયકર્તા હોય છે. કામ કર્મચારીઓને કરવાનું હોય છે. પણ અમે આ સ્થિતિમાં એવું કંઈ વિચારતા નથી. અમે અમારી જવાબદારી નિભાવીએ છે. દરરોજ રાજ્યમાં 5000 કરતા વધુ ટેસ્ટ થાય છે, પરંતુ અન્ય રાજ્યોમાં ઓછા ટેસ્ટ થાય છે. તમારા ટેકાથી મહારાષ્ટ્ર માં શુ થઈ રહ્યું છે એ જુઓ. તમારી સરકાર હોવા છતાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં કેવી કામગીરી થઈ રહી છે એ જુઓ. ગુજરાતમાં ત્યાંથી સારી કામગીરી થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર