ઝી ન્યૂઝ/મહેસાણા: ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારની ઘટના ખુબ જ વધી ગઈ છે, ખાસ કરીને મહિલાઓ પર શારીરિક અત્યાચાર વધી રહ્યા છે, હાલમાં જ મહેસાણાના ઊંઝામાં એક ઘટના સામે આવી છે, જે ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા હતા. ઊંઝામાં પૈસાની લેવડ દેવડમાં વેપારીની પત્નીની છેડતી થઈ હોવાનું ખૂલ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઊંઝામાં પૈસાની લેવડ દેવડમાં વેપારીની પત્નીની સાથે છેડતી કરવામાં આવી છે. ઊંઝા ગંજ બજાર એશિયાનું સૌથી મોટું ગંજબજાર છે. જેમાં એક પેઢી ધરાવતા વેપારીની પત્નીની પૈસાની ઉઘરાણી મામલે છેડતી કરાઈ હોવાનું ઘટનામાં ખૂલ્યું છે.


ઘટના વિશે જાણીએ તો પટેલ પિયુશકુમાર વિષ્ણુભાઈ નામના શખ્સ દ્વારા ઊંઝા ગંજ બજારમાં પેઢી ધરાવતા વેપારીના ઘરે જઈ પૈસાની ઉઘરાણી કરી હતી. પરંતુ કોઈક કારણોસર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પિયુશકુમાર વિષ્ણુભાઈ નામના શખ્સે બદલો લેવા માટે વેપારીની પત્ની સાથે બીભત્સ વર્તન કર્યું હતું.


એટલું જ નહીં, પટેલ પિયુશકુમાર વિષ્ણુભાઈ નામના શખ્સે વેપારીને ધમકી આપતા જણાવ્યું હતું કે, પૈસા નહીં આપો તો, પત્ની સાથે સંબંધ બાંધી પૈસા વસુલવાની ધમકી અપાઈ હતી. જેના કારણે આખરે વેપારીએ ઉંઝા પોલીસ સ્ટેશને આ ઘટના સંદર્ભે ફરિયાદ કરી છે.
 
મહત્ત્વનું છે કે, પિયુષ પટેલ નામના શખ્સ સામે વેપારીની પત્નીએ ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પરંતુ આ ઘટનામાં વેપારીની પત્નીની છેડતી કરી ધમકી આપનાર શખ્સ પિયુષ પટેલ કોણ છે? તેના વિશે વિગતવાર માહિતી મળી શકી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube