તેજસ દવે/ ઊંઝા: ઊંઝા પોલીસ મથકમાં અટકાયત કરવામાં આવેલો એક આરોપી સળગતા ચકચાર મચી છે. પાડોશી જોડે ઝઘડો થચા પાડોશીએ ફરિયાદ કરી હતી. અને આ યુવકની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે જેલમાં રખાયેલા આ યુવક સળગી જતા તેને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ યુવર કેવી રીતે સળગ્યો તે અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળી રહી નથી. પાટણના ધારાપુર સારવાર બાદ આરોપીને મહેસાણા સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વાંચો...આજે 474 કેન્દ્રો પર 98 હજારથી પણ વધારે ઉમેદવારો આપશે TATની પરીક્ષા 


અટકાયત કરેલા વ્યક્તિની જવાબદારી પોલીસની 
સામન્ય રીતે કાયદાનું ઉલ્લંઘન કરનારની ઘરપકડ અથવા તો અટકાયત કરવામાં આવે છે. ત્યારે જે તે અટકાયત કરેલા વ્યક્તિની જવાબદારી પોલીસ અધિકારીઓની હોય છે. ત્યારે જ્યારે પોલીસના નેજા હેઠળ એટલે કે, પોલીસ મથકમાં જ કોઇ વ્યક્તિ સળગી જાય છે. ત્યારે સવાલ ઉભા થાય છે, કે પોલીસ કર્મીઓ હોવા છતા પણ  આ વ્યક્તિ કેવી રીતે સળગ્યો, પ્રશ્ન થાય કે શું આ વ્યક્તિ જાતે સળગ્યો કે કોઇ કર્મી દ્વારા તેને સળગાવામાં આવ્યો છે. જ્યારે આરોપી કેવી રીતે સળગ્યોતે અંગે પોલીસ તપાસ કરી રહી છે.