તેજસ દવે, મહેસાણા: કચરિયું એ શિયાળાનું મિષ્ટાન માનવામાં આવે છે. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાંજ કચરિયું બજારમાં પોતાનું આગવું સ્થાન મેળવી લે છે. શિયાળા માં કચરિયુ ખાવાના અનેક લાભો પણ છે. ત્યારે આવો આપણે ઉત્તર ગુજરાત માં નામના મેળવી ચૂકેલા ઊંઝાના કચરિયાની વાત કરીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા જિલ્લાના ઊંઝાએ વિશ્વના સૌથી મોટા Apmc ના કારણે ખુબજ નામના પ્રાપ્ત કરી છે. અહીં જીરું, વરિયાળી તેમજ તલનું યોગ્ય મુલ મળતું હોવાથી મોટી આવક થાય છે. અહીં apmc ના કારણે મુખવાસનું પણ મોટું માર્કેટ બન્યું છે. તો વળી ઊંચી ગુણવત્તા વાળા તલની આવક પણ વધુ થતી હોવાથી શિયાળામાં કચરિયાનો બિઝનેસ પણ ફુલ્યો ફાલ્યો છે. જેવી શિયાળાની શરૂઆત થઈ નથી કે કચરિયાની અનેક દુકાનો શરૂ થઈ જાય છે. અને ઊંઝાના કચરિયાની ગુણવત્તા ને કારણે ખુબજ ડિમાન્ડ રહી છે. 


ભૂવાઓએ પરિવાર પાસેથી 35 લાખ ખંખેર્યા,કહ્યું; 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે...
આ પણ વાંચો: અમદાવાદનું SVPI એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
આ પણ વાંચો: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube