અનલોક-4: 7 સપ્ટેમ્બરથી મેટ્રો સિટી અમદાવાદમાં મેટ્રોનું સંચાલન ફરી એકવાર શરૂ થશે
કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલોક 4ની ગાઇડ લાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલોક-4ની ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલોક 4ની ગાઇડ લાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ કરવામાં આવશે. જો કે મેટ્રો સમગ્ર ગુજરાતમાં માત્ર અમદાવાદમાં જ છે. તે પણ એક ફેઝ ચાલુ થયો છે. તે પણ નામ માત્રથી ચાલે છે. લોકો ફન ટ્રેનની જેમ આ મેટ્રોની મુસાફરી કરે છે. મેટ્રોનાં મોટા ભાગનાં ફેઝનું કામ હજી પણ અમદાવાદમાં ચાલી રહ્યું છે. જેના કારણે માત્ર વસ્ત્રાલ ખાતેથી જ સંચાલન થાય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરશે રોબર્ટ નર્સ, સમયે ભોજન અને દવા પણ આપશે
મેટ્રો ઓથોરિટી દ્વારા કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. 7-8 સપ્ટેમ્બરે બપોરે 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 દરમિયાન જ મેટ્રો ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ સમય દરમિયાન કોવિડની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. આ ચકાસણી માટે જ પ્રથમ દિવસે મેટ્રો થોડા સમય માટે ચલાવવામાં આવશે. ત્યાર બાદ 9થી 12 સપ્ટેમ્બર સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી સંચાલન થશે. 13 સપ્ટેમ્બરે નીટ પરીક્ષા સમયે સવારે 7થી સાંજે 7 વાગ્યા સુધી મેટ્રોનું સંચાલન કરવામાં આવશે.
વલસાડ: કાળમુખા ટ્રકે હસતા રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો, 4ના મોત 9 માસની બાળકીનો ચમત્કારીક બચાવ
14મી સપ્ટેમ્બરે અગાઉન અનુસાર સવારે 11થી સાંજે 5.10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. જો કે આ સંચાલન દરમિયાન કોરોનાની ગાઇડલાઇનનું સંપુર્ણ અને ચુસ્તપણે પાલન કરવામાં આવશે. લોકોને માસ્ક ફરજીયાત રીતે પહેરવાનું રહેશે. આ ઉપરાંત સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ અનુસાર બેસવા માટેની પણ સ્પેશ્યલ વ્યવસ્થા કરવામાં આવશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube