ઝી મીડિયા/બ્યૂરો :આજથી દેશભરમાં અનલોક-5 આજથી લાગુ થશે, ત્યારે ગુજરાતમાં પણ અનલોક-5 (unlock 5) નું પાલન થશે. જે મુજબ આજથી ગુજરાતમાં પણ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એન્ટરટેનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પૂલ ખુલ્લા મૂકાશે. ત્યારે લોકોમાં આ માટે ઉત્સાહ જોવા મળ્યો છે. તો સાથે જ મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્કના ધંધા 7 મહિનાથી બંધ પડ્યા હતા, જે આજથી ફરીથી ધમધમતા થશે. જોકે, ગુજરાતમાં આજે થિયેટર શરૂ નહિ થાય, તૈયારીઓ બાકી હોવાથી આવતીકાલે 16મી ઓક્ટોબરે થિયેટર શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. 


આ પણ વાંચો : ગુજરાતમાંથી હજી નથી ગયું ચોમાસું, આ તારીખે ફરીથી આવશે વરસાદ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે શરૂ થશે થિયેટર
કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબરથી થિયેટર શરૂ કરવા મજૂરી આપવામાં આવી છે. જે મુજબ, અમદાવાદ, સુરત સહિતના નાના-મોટા શહેરોમાં થિયેટરોમાં માત્ર ગુજરાતી મુવી બતાવવામાં આવશે. હા માત્ર ગુજરાતી મુવી બતાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બીજી તરફ, થિયેટરમાં સરકારની sop મુજબ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ તૈયારીઓ ચાલતી હોવાથી મલ્ટિપ્લેક્સ થિયેટરો 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં.આવશે. મુવી જોવા ઈચ્છતા દર્શકોએ ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે. દરેક દર્શકોએ થિયેટરમાં સામાજિક અંતર અને માસ્ક પફેરવું ફરજીયાત રહેશે. રાત્રે 10 વાગ્યા સુધી જ થિયેટર ખુલ્લા રહેશે. એક અઠવાડિયું થિયેટર ચલાવ્યા બાદ સમય- શો વધારવા અંગે નિર્ણય લેવાશે. સમગ્ર થિયેટરમાં ખાસ કરીને તમામ સીટો સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. ગાઈડલાઈન મુજબ દર્શકો ઓર્ડર કરે તે નાસ્તો પેકીંગમાં આપવામાં આવશે. 7 મહિના બાદ ફરી શરુ થઈ રહેલા થિયેટરમાં હાલ ટીકીટના દરો વધારવામાં આવશે નહીં.


આ પણ વાંચો : પેટાચૂંટણી ભલે ગમે તે જીતે, પણ મોરબીના લોકોની આશા તો માત્ર આટલી જ છે....   


સુરતમાં આજથી બાગબગીચા ખૂલશે
સુરત આજથી તમામ બાગ બગીચા ખુલ્લા મૂકવામાં આવશે. જોકે, બગીચાઓમાં વૃદ્ધ અને નાના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. છતાં આજે અનેક ગાર્ડનમાં વૃદ્ધો જોવા મળ્યા હતા. પહેલા જ દિવસે મનપાની ગાઈડલાઇનનું પાલન થયેલુ જોવા મળ્યુ ન હતું. તો બોજી તરફ, મોટાભાગના લોકો મોઢા પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા. 


તો એન્ટરટેઇનમેન્ટ પાર્ક અને સ્વિમિંગ પુલ પણ ખૂલશે
અનલોક-5 અંતર્ગત આજથી એન્ટરટેઇનમેન્ટ પાર્ક પણ ખૂલી શકશે. ગાઈડલાઈન્સ કહે છે કે પાર્ક ખોલતાં પહેલાં અને બંધ કર્યા પછી ક્લિનિંગ અને સેનિટાઈઝેશન જરૂરી રહેશે. વોટર પાર્કમાં પાણીની સતત સફાઈનું ધ્યાન રાખવાનું રહેશે. તો આજથી સ્વિમિંગ પુલને શરૂ કરવા પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં પુલમાં એક સમયે માત્ર 20 સ્વિમરને જ એન્ટ્રી મળશે. તો સાથે જ સ્વિમરે પોતાનો કોવિડ નેગેટિવ ટેસ્ટ પણ સબમિટ કરવાનો રહેશે.