Ambalal Patel Prediction : હાલ ગુજરાતમાં ઠંડી-ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુના માર વચ્ચે હવે વરસાદની એન્ટ્રી થવાની છે. ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી સામે આવી છે. આજે 7 નવેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, આ વરસાદ કોઈ ધોધમાર વરસાદ નહિ હોય. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો અને છુટોછવાયો વરસાદ આવશે.
 
સોમવારે રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. આજની આગાહી પર નજર કરીએ તો, આજે મંગળવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જેમકે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને રાજકોટમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હતું સુરતના સોલંકી પરિવારનું આપઘાતનું મુખ્ય કારણ, મનીષ લાખોની લોનનો હપ્તો ભરતો


હાલ રાજ્યમાં રાત દરમિયાન ઠંડી હોય છે. પરંતું તમને જણાવી દઈ કે, હાલ ગુજરાતનું વડોદરા શહેર સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. જોકે 1 કે 2 ડિગ્રી ફરક આવી શકે છે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાતે સૌથી ઓછું વડોદરામાં18 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમદાવાદમાં રાતે 20 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં રાતે 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી લાગી શકે છે. ભેજના કારણે વાદળો અને ધુમ્મસ રહી શકે છે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ખાલી ઠંડીનું વાતાવરણ રહેશે. 


મોરારીબાપુએ આપ્યો હાર્ટ એટેકથી બચવાનો રામબાણ ઈલાજ, આટલુ કરો હાર્ટ એટેક નહિ આવે


નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે.  


તથ્ય પટેલ કરતા પણ ખતરનાક નીકળ્યો આ સુરતી નબીરો, પોલીસ કર્મી પર જ ચઢાવી દીધી ગાડી


વલસાડમાં બે કાર વચ્ચે રેસમાં ભરબજારમાં લોકોના શ્વાસ અદ્ધર ચઢ્યા, જુઓ કેટલાયને અડફેટે લીધા