મોરારીબાપુએ આપ્યો હાર્ટ એટેકથી બચવાનો રામબાણ ઈલાજ, આટલુ કરો હાર્ટ એટેક નહિ આવે

Morari Bapu On Heart Attack : મહુવા ખાતે ચાલતી રામકથાની પૂર્ણાહુતિ સમયે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી... મોરારી બાપુએ કથા દરમ્યાન તાળી પાડીને રામનું નામ લ્યો અને ભજન ગાઓ તેવી સલાહ આપી
 

મોરારીબાપુએ આપ્યો હાર્ટ એટેકથી બચવાનો રામબાણ ઈલાજ, આટલુ કરો હાર્ટ એટેક નહિ આવે

Heart Attack Death In Gujarat ભાવનગર : રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકને લઈ મોરારીબાપુએ ચિંતા વ્યક્ત કરી છે. હાર્ટએટેકને લઈ મોરારી બાપુએ તેઓનો તર્ક વ્યક્ત કર્યો હતો. મોરારીબાપુએ કહ્યું કે હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડો જેથી બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો કરતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક આવતા ન હતા. તેમજ ગામડાનાં લોકો ઉલી ઊલીને તાળીઓ પાડતા હતા. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે.  હું કહું છું તાલી આપડીને અંતરનાં દરવાજા ખોલજો એટેક નહી આવે. 

મહુવા ખાતે ચાલતી રામકથા ની પૂર્ણાહુતિ સમયે મોરારી બાપુએ હાર્ટ એટેકને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. મોરારી બાપુએ કથા દરમ્યાન મોટી સલાહ આપી હતી. તેમણે ભજન ગાતા સમયે તાળી પાડીને રામનું નામ લ્યો અને હાર્ટ એટેક અંગે વાત કરી હતી. મોરારી બાપુએ કથામાં કહ્યું કે, હાર્ટ એટેકથી બચવા તાળીઓ પાડવાથી આપો આપ બંધ નળીઓ ખુલી જશે. જૂના જમાનામાં ઋષિ મુનિઓ તાળી પાડીને ભજનો ગાતા હતા. તેમને ક્યારેય હાર્ટ એટેક નહોતા આવતા. ગામડાના લોકો ગરબા ભજન સમયે ઉલી ઊલીને તાલી પાડતા હોય છે એને હાર્ટ એટેક નથી આવતો. આજે યુવાનો કહે છે મારી નળી બંધ થઈ ગઈ છે. હું કહું છું તાલી પાડીને અંતરના દરવાજા ખોલજો, હાર્ટ એટેક નહિ આવે.

બનાસકાંઠામાં નાસ્તા વેચતા યુવકને આવ્યો હાર્ટએટેક 
બનાસકાંઠામાં હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. પાલનપુરના એરોમાં સર્કલ નજીક હાર્ટએટેકથી 23 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. એરોમાં સર્કલ નજીક રાત્રીના સમયે નાસ્તાનું કેબીન ચલાવતા નમનકુમાર સીસોદીયા નામના યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. નમનકુમાર કેબિનમાં નાસ્તો વેચી રહ્યો હતો અને તે દરમિયાન જ અચાનક હૃદય રોગનો હુમલો થતાં યુવક ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. જિલ્લામાં હાર્ટ અટેકથી અનેક લોકોના મોત નિપજતાં ફફડાટ વ્યાપ્યો છે. 

વડોદરામાં હાર્ટએટેકથી આજે બેના મોત 
શહેરમાં વધુ બે યુવાનોના હાર્ટ અટેકથી મોતના કિસ્સા સામે આવ્યા છે. 15 દિવસમાં હાર્ટ એટેકથી મોત નિપજ્યાંના કુલ 11 બનાવો બન્યા છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવાનનું ક્રિકેટ રમતા સમયે હાર્ટએટેકથી મોત થયું છે. વાઘોડિયા રોડ પર રહેતો 37 વર્ષીય તશ્યતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો, જ્યાં તેને ગભરામણ થઈ હતી. તશ્યતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો. તો ફતેગંજ કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ પર હાર્ટએટેક આવ્યો હતો. સંતોષને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news