નરેશ ભાલીયા/રાજકોટઃ એક તરફ દેશભરમાં  લૉકડાઉનના પગલે બધા ધંધા રોજગાર બંધ છે અને સાથે સાથે ખેતીન પાક પણ વેચાઈ રહ્યા નથી.  ખેડૂતોના ઘર અને ખેતરમાં તેના પાક પડી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અચાનક પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. આ કારણે માર્કેટ યાર્ડ પણ બંધ છે. યાર્ડ બંધ હોવાને કારણે ખેડૂતો તૈયાર પાક વેચી શકતા નથી. 
ત્યારે જ સૌરાષ્ટ્રના ઘણા  વિસ્તારોમાં ગત રાત્રીના રોજ વરસાદી માવઠું થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેતપુર, ધોરાજી અને જામકંડોરણા તાલુકાના ગામોના ખેતરોમાં વરસાદ પડતા જે તૈયાર પાક હતો તેને નુકસાન થયું છે. ખેતરોમાં ડુંગળી, મગફળી, શેરડી, મકાઈ, તલ વેગેર પાક પલળતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


એક તરફ ખડૂતો પોતાનો તૈયાર પાક માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈ શકતા નથી અને ઉપર થી તૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોને એક મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ નુકસાનની ભરપાઇ કરવા માટે ખેડૂતો સરકાર પાસે સહાય માગી રહ્યાં છે.


નાયબ ખેતી વાડી જેતપુર વિભાગ નીચે અંદાજિત 25 હજાર હેકટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર થયેલ હતું. જેમાં તલ, મગફળી, ડુંગળી, ધાણા વગેરેનું વાવેતર થયું હતું. ગત રાત્રીના થયેલ વરસાદી માવઠાને પગલે ગોંડલ, કોટડાસાંગાણી, ધોરાજી, જેતપુરના ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થયું છે. એક અંદાજ મુજબ 7 તાલુકામાં 2500 હેકટરના તલ અને 2000 હેકટરની મગફળીને નુકસાનનો અંદાજ છે. જયારે અન્ય બીજા પાક માટે યોગ્ય તપાસ અને સર્વે પછી જ અંદાજ આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર