ઉપસરપંચ હત્યા કેસ : પરિવારની માંગણી સ્વીકારાતા આજે અંતિમ સંસ્કાર કરશે
જળીલા ગામના ઉપસરપંચની હત્યા બાદ તેમના પરિવારે મૃતદેહ ન સ્વીકારીને સરકાર સામે 6 માંગણીઓ મૂકી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમની મુખ્ય છ માંગણીઓ સ્વીકારવામાં આવતા તેમના પરિવાર દ્વારા મનજીભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. જેના બાદ આજે 10 વાગ્યે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
રઘુવીર મકવાણા/બોટાદ :જળીલા ગામના ઉપસરપંચની હત્યા બાદ તેમના પરિવારે મૃતદેહ ન સ્વીકારીને સરકાર સામે 6 માંગણીઓ મૂકી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તેમની મુખ્ય છ માંગણીઓ સ્વીકારવામાં આવતા તેમના પરિવાર દ્વારા મનજીભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. જેના બાદ આજે 10 વાગ્યે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. જેને લઈને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાના આવ્યો છે. મૃતક મનજીભાઈના પરિવારજનો દ્વારા કાયમી પોલીસ રક્ષણ આપવું, તેમને ખાનગી પ્રેક્ટિસ કરતા વકીલ ફાળવવામાં આવે, તેમના કેસો અમદાવાદ કોર્ટમાં ચલાવવામાં આવે તેવી અલગ અલગ છ માંગણીઓ સરકારર લેખિતમાં સ્વીકારતા પરિવારજનો દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
Yoga Day in Photos : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યા યોગ, સુરતની યોગ ઉજવણી બની ખાસ
જાળીલ ઉપસરપંચના પરિવારજનોની માંગ સ્વીકારતા હવે તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. જેના બાદ તેમનો મૃતદેહ જાળીલા ખાતે લાવવામાં આવ્યો છે. આજે પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે મનજીભાઈની અંતિમયાત્રા નીકળશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મૃતક મનજીભાઈના પરિવારે અગ્ર સચિવ મનોજ અગ્રવાલ બંન્ને પક્ષના ધારાસભ્યો સહિત બોટાદ SP સાથે મીટિંગ કરી હતી.
Live : ગુજરાતમાં Yoga Dayનું સેલિબ્રેશન શરૂ, જુઓ ક્યાં ક્યાં...
ઉપસરપંચ હત્યામાં 8ની ધરપકડ થઈ
ઉપરસરપંચ હત્યા કેસમાં પરિવારે સરકાર પર ભીંસ વધારતા પોલીસ પણ દોડતી થઈ હતી. જેના બાદ ગઈકાલે સાંજ સુધી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અશોક ખાચર, પ્રતાપ ખાચર, ઋતુરાજ ખાચર, રવિરાજ ખાચર, હરદીપ ખાચર, કિશોર ખાચર, ભગીરથ ખાચર અને વનરાજ ખાચરની ધરપકડ કરી હતી. આ તમામની બરવાળા-સારંગપુર ત્રણ રસ્તા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ખાનગી પેસેન્જર વાહનમાંથી પકડાયા હતા. પોલીસે તમામ આરોપીની ભૂમિકા, 2010થી ચાલતા આવતા વિવાદ અને હત્યાના કાવતરા સંદર્ભે પૂછપરછ શરૂ કરી.
અંતિમ વિધિમાં જોડાવવા ધીમે ધીમે મોડીરાતથી મનજીભાઈના ઘરે તેમના સ્વજનોનું આવવાનું શરૂ થતાં કોઈ અનિચ્છનીય ઘટના ન થાય તેને લઈ એસપી, ડીવાયએસપી સહિત એસ.આર.પી.ના કાફલા વચ્ચે અંતિમવિધિ યોજાશે. મનજીભાઈના પુત્ર દ્વારા લેખિતમાં તમામ 6 માંગણીઓ સ્વીકારી લેતા સંતોષ વ્યક્ત કરાયો છે તેવું ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું.