ગુજરાતમાં Yoga Dayનું સેલિબ્રેશન શરૂ, જુઓ ક્યાં ક્યાં...

યોગા અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગા ડે ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં અનોખા અંદાજમાં યોગ ડેનુ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુઓ ક્યાં ક્યાં થઈ રહ્યું છે સેલિબ્રેશન....

ગુજરાતમાં Yoga Dayનું સેલિબ્રેશન શરૂ, જુઓ ક્યાં ક્યાં...

અમદાવાદ :યોગા અને વર્લ્ડ યોગ ડે એ બંને ભારતની વિશ્વને દેણ છે. આજે વિશ્વભરમાં વર્લ્ડ યોગ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક સ્થળોએ વર્લ્ડ યોગા ડે ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં અનોખા અંદાજમાં યોગ ડેનુ સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુઓ ક્યાં ક્યાં થઈ રહ્યું છે સેલિબ્રેશન....

મુખ્યમંત્રીનું વર્લ્ડ યોગ ડે પર નિવેદન
તેમણે કહ્યું કે, સમગ્ર ગુજરાતની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતમાં દોઢ કરોડ લોકો સામૂહિક યોગ કરીને વિશ્વ યોગ દિવસ ઉજવવા જઈ રહ્યાં છે. આજે સાંજે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગુજરાતભરના સંતો દ્વારા સામૂહિક યોગ થવાના છે. પાંચ હજાર પહેલા પતંજલિ ઋષિએ સમગ્ર દુનિયાને યોગનું દર્શન કરાવ્યું અને વિશ્વના ખૂણે ખૂણે આ યોગને પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનોમાં યોગને માન્યતા અપાવી છે. જેથી વિશ્વ યોગ ઉજવે છે. યોગ એ રોગને ભગાવે છે. આ વર્ષની થીમ હૃદયરોગને ધ્યાનમાં રાખીને યોગા ફોર લાઈફ કેર રાખવામાં આવ્યો છે. 

https://lh3.googleusercontent.com/-O_GlayvUpGg/XQw0oQFyX9I/AAAAAAAAHfg/OmcbQcI2yiYQjyFwbxZFJq8tpOgNA7RjACK8BGAs/s0/Ahd_yoga_day2.JPG

  • અમદાવાદમા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ દિવસની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. 1000 જેટલા સંતો મહંતો અને ધર્મગુરુઓ પણ આ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા. તો મોટી સંખ્યામાં યંગસ્ટર્સ પણ કાર્યક્રમમાં આવ્યા. નાના બાળકો પણ યોગા કરતા નજરે ચઢ્યા. 
  • ગુજરાતનુ પવિત્ર યાત્રાધામ અને જ્યોર્તિલિંગ એવા સોમનાથ મંદિરના પરિસરમાં પણ યોગ ડે ઉજવાયો. વેરાવળની તમામ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ સ્ટાફ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાએ રમત ગમત વિભાગમાં ઉત્તીર્ણ થયેલ ખેલાડીઓને સન્માનિત કરાયા. 
  • રાજકોટમાં મુખ્ય 5 મેદાનો સહિત અલગ અલગ જગ્યા પર યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, જેમાં 1 લાખ જેટલા રાજકોટવાસીઓ સામેલ થયા છે. રેસકોર્સ મેદાન ખાતે મંત્રી જયેશ રાદડિયા, મનપા કમિશ્નર, પોલીસ કમિશ્નર સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં. 
  • સુરતના સ્વામિનારાયણ ગુરુકુળમાં 900થી વધુ વિદ્યાર્થીઓએ એકત્ર થઈને માનવ આકારમાં વર્લ્ડ યોગ ડે લખ્યું. ડ્રોન કેમેરામાં વિદ્યાર્થીઓના સુંદર દ્રશ્યો કેદ થયા છે. 21 બાય 35 મીટરમાં વિદ્યાર્થીઓએ વર્લ્ડ યોગ ડે લખ્યું છે. 
  • પોરબંદરમાં કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનોએ જિલ્લા હેડ ક્વાર્ટર યોગ કર્યાં. 
  • જામનગરમાં લાખોટા તળાવની પાળે કરવામાં યોગ દિવસની ઉજવણીમાં કેબિનેટ મંત્રી આર સી ફળદુ સામેલ થયા. હજારોની સંખ્યામાં લોકો યોગ દિવસમાં જોડાતા લખોટા તળાવની પાળે અનોખું દ્રશ્ય સર્જાયું 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news