અહીં 14 જાન્યુઆરીએ નહી પણ દશેરાના દિવસે ઉજવાય ઉત્તરાયણ, જાણો શું છે કારણ
પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે આજે પણ પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી.
પ્રેમલ ત્રિવેદી, પાટણ: સિદ્ધપુરમાં શહેરીજનો દરેક ધાર્મિક પર્વ અને ઉત્સવને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતાં હોય છે. સિદ્ધપુરમાં મનાવવામાં આવતા કેટલાક પર્વ અલગ તરી આવે છે. સમગ્ર ગુજરાતમાં પતંગ મહોત્સવ મુખ્યત્વે ઉત્તરાયણના દિવસે જોવા મળે છે. પરંતુ સિદ્ધપુરવાસીઓ પરંપરા પ્રમાણે ઉતરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવી દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ ઉજવે છે.
ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા, બાળાઓનો ત્રિશુલ રાસ જોઇ સૌ થઇ મંત્રમુગ્ધ
પાટણની લોક વાયકા પ્રમાણે પાટણ પંથકના રાજા સિધ્ધરાજ જયસિંહનું ઉતરાયણના સમયે મૃત્યુ થયું હતું તેના શોક નિમિત્તે આજે પણ પાટણના સિધ્ધપુર શહેરમાં મકરસક્રાંતિ એટલે કે ઉતરાયણ ના દિવસે પતંગ ચગાવવામાં આવતા નથી. પરંતુ તેના બદલે સિધ્ધપુરવાસીઓ દશેરાના દિવસે ઉતરાયણનો પર્વ મનાવે છે. આજના દિવસે લોકો પોત પોતાના ધાબા અગાસીઓ પર ચઢીને પતંગના પેચ લડાવે છે અને એ કાપ્યો લપેટની બુમો પાડતા નજરે પડે છે.
મા અંબાના ચાચરચોક યુવાધન હિલોળે ચઢ્યું, ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
જોકે નવાઇની વાત તો એ છે કે થોડા વર્ષો પહેલા ઉતરાયણના દિવસે પાટણમાં પણ પતંગ ચકાવવામાં આવતા ન હતા અને આ દિવસે શોક રાખવામાં આવતો હતો. પરંતુ પાટણવાસીઓ આ પરંપરાને ભૂલીને ઉતરાયણના દિવસે પતંગ ચગાવતા થયા છે. જોકે સિધ્ધપુરમાં ઉતરાયણના દિવસે પતંગ ન ચગાવવાની પરંપરા આજે પણ અકબંધ છે. જેના બદલે સિદ્ધપુરવાસીઓ હર્ષોઉલ્લાસ સાથે દશેરાના દિવશે પતંગ ચકાવીને ઉતરાયણની મઝા માણે છે. સાથે આજના દિવસે દશેરા અને ઉતરાયણ એમ બે દિવસની લોકો મજા માણે છે અને ધાબા પર ફાફડા,જલેબી ખાઈ ઉજવણી કરે છે.
ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા, બાળાઓનો ત્રિશુલ રાસ જોઇ સૌ થઇ મંત્રમુગ્ધ
સિદ્વપુરમાં શહેરીજનો દશેરાએ પતંગ ચગાવવાનો લ્હાવો લૂંટ્યો હતો. વહેલી સવારથી પતંગરસિયા યુવાનો પેચ લડાવવા ધાબા ઉપર ચડી ગયા હતા. સાથે ફાફડા-જલેબીની જયાફત પણ માણી હતી. દશેરાના પતંગોત્સવમાં શહેરમાં ત્રણ લાખનો કારોબાર થયાનો અંદાજ વેપારીઓએ લગાવ્યો હતો. લોકોએ દિવસે પતંગ અને રાત્રે તુક્કલો ચગાવી હતી. સિદ્ધપુરવાસીઓ દશેરાના દિવસે ઉત્તરાયણ પર્વની ઉજાણી કરે છે અને 14 જાન્યુના રોજ સ્થાનિક લોકો અન્ય શહેરોમાં જઇ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. આમ વર્ષ માં બે દિવસ લોકો પતંગ ચગાવવાની મજા માણે છે.