ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા, બાળાઓનો ત્રિશુલ રાસ જોઇ સૌ થઇ મંત્રમુગ્ધ

અર્વાચિન દાંડીયાના યુગમાં પ્રાચીનતા જાળવવી એટલી જ મુશ્કેલ છે તો છેલ્લાં ત્રેવીસ વર્ષથી જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઇશ્રી સોનલ માના મંદિર ખાતે નવરાત્રીના નવે નવ દિવસ ચારણ સમાજના યુવાનો દ્વારા અથાગ મહેનત અને પરિશ્રમથી રજૂ કરાય છે

ક્યારેય નહી જોઇ હોય પ્રાચીન ગરબાની આ અનોખી પરંપરા, બાળાઓનો ત્રિશુલ રાસ જોઇ સૌ થઇ મંત્રમુગ્ધ

મુસ્તાક દલ, જામનગર: નવરાત્રિના તહેવારની ઉજવણીના રૂપ છે અનેક અને એમાં પણ વિશેષ જામનગરમાં આઇશ્રી સોનલ-માં ની આરાધના સાથે ચારણ સમાજ દ્વારા રજુ કરાઇ છે. દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર મણીયારો રાસ તેમજ ચારણ સમાજની બાળાઓ પારંપરિક ચારણી પહેરવેશમાં અનોખો ત્રિશુલ રાસ પ્રસ્તુત કરે છે. આ પ્રાચીન ગરબાની એક અનોખી પરંપરા છે.

અર્વાચિન દાંડીયાના યુગમાં પ્રાચીનતા જાળવવી એટલી જ મુશ્કેલ છે તો છેલ્લાં ત્રેવીસ વર્ષથી જામનગરમાં ચારણ સમાજ દ્વારા આઇશ્રી સોનલ માના મંદિર ખાતે નવરાત્રીના નવે નવ દિવસ ચારણ સમાજના યુવાનો દ્વારા અથાગ મહેનત અને પરિશ્રમથી રજૂ કરાય છે. દેશ વિદેશમાં ખ્યાતિ પામનાર મણિયારો રાસ તો બીજી તરફ ચારણ સમાજની નાની નાની બાળાઓ પોતાના ચારણી પહેરવેશમાં હાથમાં ત્રિશુલ લઈને માં જગદંબાની આરાધના રૂપી એવો ત્રિશુલ રાસ રજૂ કરવામાં આવે છે. જે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.

ગરબા આયોજક દેવિદાન ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે દરરોજ રાત્રે આઇ શ્રી સોનલ માં ના મંદિર ખાતે રજૂ કરવામાં આવતાં આ રાસ દરમિયાન ચારણ સમાજના યુવાનોમાં પણ એક અનેરો જોમ અને જુસ્સો જોવા મળે છે અને ખાસ કરીને આ રસ રજૂ કરવા માટે તેમના દ્વારા એકથી દોઢ મહિનાની કઠીન મહેનત કરી સતત નવ દિવસ સુધી લોકો સમક્ષ આ રાસ રજૂ કરવામાં આવતા હોય છે. જોકે ચારણ સમાજનો મણિયારો રાસ જામનગર સહિત ગુજરાતમાં હંમેશા યોજાતી રાસ ગરબાની સ્પર્ધામાં પણ પ્રથમ આવ્યો છે. જ્યારે મણિયારો રાસ દેશ વિદેશમાં પણ ખૂબ જ ખ્યાતિ પામેલ છે.

ખેલૈયા અતુલ ગઢવીએ જણાવ્યું હતું કે ચારણ સમાજ દ્વારા નવે નવ દિવસ રજૂ કરાતાં આ અદભૂત મણીયારા અને ત્રિશુલ રાસને નિહાળવા માટે જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે ત્યારે નવરાત્રીના સમયમાં રજૂ થતાં આ રાસને જોઈને એક સમયે એવું લાગે કે માં જગદંબા જાણે આ ખેલૈયાઓને આશીર્વાદ આપવા આવ્યા હોય તેવો નજારો જોવા મળે છે. જ્યારે ચારણ સમાજની નવરાત્રિને સફળ બનાવવા માટે સમાજના આગેવાનોને યુવાનો ખૂબ જ ઉત્સાહ સાથે મહેનતથી સમગ્ર નવરાત્રીને સફળ રીતે પાર પાડે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news