ગાંધીનગર :  આજથી 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો વેકસીન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. cowin.gov.in પર જઈ વેકસીન લેવા ઇચ્છુક લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સાંજે 4 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યું છે. આરોગ્ય સેતુ એપ ઉપર રહેલા કોવિન ડેશબોર્ડના માધ્યમથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને 10 અંકોના મોબાઈલ નંબરના માધ્યમથી આવેલા OTP ની મદદથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસેન્સ, પાનકાર્ડ, ચૂંટનીકાર્ડ જેવા આઇડી કાર્ડની મદદથી રજિસ્ટ્રેશન કરી શકાશે. નામ, જન્મ તારીખ, જેન્ડર જેવી સામાન્ય માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ વધુ 4 લાભાર્થીઓની માહિતી તેમાં ઉમેરી શકાશે.


પિન કોડ એન્ટર કરતા નજીકના તમામ વેકસીનેશન સેન્ટરની માહિતી ખુલશે. નજીકના સેન્ટરનું નામ સિલેક્ટ કરતા સમય અને તારીખની જાણ કરવામાં આવશે. જેમાં તમારી પસંદગીનો ટાઇમ સ્લોટ નક્કી કરીને સગવડતા અનુસાર તમે રસી લઇ શકશો. અત્રે નોંધનીય છે કે, સરકાર દ્વારાનાગરિકોને મહત્તમ રસીકરણ માટેની અપીલ કરવામાં આવી છે. સરકાર દ્વારા ફ્રી વેક્સિનેશન માટેની અપીલ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube