વડોદરા : નજીક આવેલા વાઘોડિયામાં કમલાનગર સોસાયટીમાં રહેતી એક માતાએ માસુમ દીકરીને નર્મદા કેનાલમાં ફેંકી દઇને પોતે પણ ગુમ થઇ જતા ચકચાર મચી ગઇ હતી. વાઘોડિયા પોલીસે માતા સામે દીકરીની હત્યા કરવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી આદરી છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં જસવંદ રાઠવાએ જણાવ્યું કે, 2019 માં ક્વાંટના ખાટીયાવા ગામમાં રહેતી કલ્પના રાઠવા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને સવા વર્ષની દિકરી પ્રિતીનો જન્મ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુમ મહિલા પ્રિન્સિપાલનો મૃતદેહ મળ્યો: નર્સિંગ કોલેજના એકાઉન્ટન્ટે જ હત્યા કરી આખી ગાડી જ સળગાવી દીધી


આ દરમિયાન 1 ફેબ્રુઆરીએ પ્રિતી બીમાર હોવાથી તેને દવાખાને લઇ જવા માટે પત્નીએ જણાવ્યું હતું. જો કે જસવંતભાઇનું એટીએમ કોઇ કારણથી ચાલી શક્યું નહોતું. જેના પગલે તેઓ પોતાના સંબંધીના ઘરે જઇને તેમની પાસેથી એટીએમ માંગીને રૂપિયા ઉપાડવા માટે અપીલ કરી હતી. જો કે જસવંતભાઇથી તેમના એકાઉન્ડમાંથી પણ પૈસા ઉપાડી શક્યા નહોતા. જેથી તેઓએ પત્નીને લઇને ઘરે પરત ફરી જવા માટે જણાવ્યું હતું. 


પાણીદાર ભાવનગરને વધારે પાણીદાર બનાવવા માટે કોર્પોરેશન દ્વારા વધારે એક પ્રોજેક્ટ મુકવામાં આવ્યો


જો કે દરમિયાન પત્ની કલ્પના ઘરેથી બાળક લઇને ક્યાંય રવાના થઇ ગયા હતા. જેના પગલે પતિ વાઘોડિયા બસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેની પત્નીએ એક પેસેન્જર કારમાં બેઠેલી દેખાઇ હતી. જેથી તેને પુછતા તેણે કહ્યું કે, દિકરીને લઇને તે બોડેલી દવામાં જઇ રહી છે. તે ગાડીમાં રવાના થઇ હતી. જો કે કલ્પના પિયર કે ઘરે ક્યાંય પહોંચી નહોતી. બોડેલી ખાતે પણ તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી નહોતી. 4 ફેબ્રુઆરીએ સાંજે જશવંતભાઇને જાણવા મળ્યું કે, તેમની દીકરીની લાશ વાઘોડિયાના સૈંડાલ ગામની નર્મદા કેનાલમાંથી મળી આવતા ચકચાર મચી ગઇહ તી. જો કે હજી સુધી કલ્પના મળી નહોતી. હાલ તો પોલીસે કલ્પના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કલ્પનાને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube