ગુમ મહિલા પ્રિન્સિપાલનો મૃતદેહ મળ્યો: નર્સિંગ કોલેજના એકાઉન્ટન્ટે જ હત્યા કરી આખી ગાડી જ સળગાવી દીધી

સેલવાસમાં રહેતા અને દમણની નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેજના એકાઉન્ટે જ મહિલા પ્રિન્સિપાલની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે ગાડીને સળગાવી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સંઘપ્રદેશ પોલીસે આરોપી સાવન પટેલની પણ હાલ ધરપકડ કરી છે. આ અંગે પુછપરછ પણ હાથ ધરી છે. કોલેજના મેસ ફંડ અને એડમિશન ફીમાં આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિની જાણ પ્રિન્સિપાલને થતા આરોપીએ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 
ગુમ મહિલા પ્રિન્સિપાલનો મૃતદેહ મળ્યો: નર્સિંગ કોલેજના એકાઉન્ટન્ટે જ હત્યા કરી આખી ગાડી જ સળગાવી દીધી

વલસાડ : સેલવાસમાં રહેતા અને દમણની નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલેજના એકાઉન્ટે જ મહિલા પ્રિન્સિપાલની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે ગાડીને સળગાવી નાખી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સંઘપ્રદેશ પોલીસે આરોપી સાવન પટેલની પણ હાલ ધરપકડ કરી છે. આ અંગે પુછપરછ પણ હાથ ધરી છે. કોલેજના મેસ ફંડ અને એડમિશન ફીમાં આરોપીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિની જાણ પ્રિન્સિપાલને થતા આરોપીએ હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. 

28 મી તારીખેઆરોપી સાવન પટેલે મહિલા પ્રિન્સિપાલ કનિમોઝી મુરુગમેની ગાડીમાં લિફ્ટ માંગી હતી. આરોપીએ કોલેજમાં થયેલી નાણાકીય ગેરરીતિ મુદ્દે માહિતી આપવાનું કહીને કારમાં લિફ્ટ લીધી હતી. ત્યાર બાદ કારમાં જ મહિલા પ્રિન્સિપાલનું કાસળ કાઢી નાખ્યું હતું. ગાડી લઇને વાપી શહેરના તરકપારડી પાસે ગાડીને પાર્ક કરીને પુરાવાઓનો નાશ કરવા માટે મૃતદેહ સહિત ગાડીને આગ હવાલે કરી દીધી હતી. પોલીસે મહિલા પ્રિન્સિપાલનો સળગેલી હાલતમાં મૃતદેહ અને ગાડી મળી આવી હતી. 

કોલેજ મેસ ફંડ અને એડમીશન ફીમાં ગેરરીતિ કરી હતી. જેના પગલે પ્રિન્સિપાલે આરોપી પાસેથી જવાબ માંગ્યો હતો. સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આરોપીએ મહિલા પ્રિન્સિપાલની હત્યા નિપજાવી હોવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાનો ખુલાસો થયો છે. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news