વડોદરા : શહેરના અડેરા કોયલી રોડ ખાતેથી પોલીસે બ્રાન્ડેડ કંપનીનાં લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. પોલીસે રેડપાડીને કુલ 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધારે તપાસ આદરી છે. પોલીસને બાતમી મળી કે, ઉડેરા કોયલી ખાડી રોડ પર નજીક એખ શેડમાં નરેન્દ્ર વાઘવાણી નામનો વ્યક્તિ સૂર્યા ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: શહેરમાં સેન્ટ્રલ મોલ સીલ, નિયમનું પાલન નહી કરનાર દરેક એકમ થશે સીલ

જેમાં બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવીને વેચીને લોકો સાથે છેતરપિંડી કરે છે. જેથી પોલીસે દરોડા પાડીને નરેન્દ્ર વાધવાનીને ઝડપી પાડ્યો છે. પોલીસે એસેમ્બલ ટીવી અને એસીનો જથ્થો, એસેમ્બલ કરવાની સાધન, સામગ્રી, બ્રાન્ડેડ કંપનીનાં લોગો તથા સ્ટીકર, બારકોડ અને કેટલોગ બુક મળીને કુલ 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધારે કાર્યવાહી હાથ ધરી છે. 


અમદાવાદ: જુગારના અડ્ડા પર દરોડાથી નાસભાગ, આધેડનું મોત નિપજતા હોબાળો

આરોપી દિલ્હીથી એસી અને ફ્લેટ ટીવીની વગર માર્કાવાળા પાર્ટ્સ સસ્તામાં આવતો હતો. ત્યાર બાદ એસેમ્બલ કરી કોપી રાઇટનો ભંગ કરીને બ્રાન્ડેડ કંપનીના લોગો તથા સ્ટીકર લગાવતો હતો. ત્યાર બાદ ઓનલાઇન તથા છુટક ગ્રાહકોને બ્રાન્ડેડ કંપનીનો હોવાનો વિશ્વાસ આપીને બ્રાન્ડેડ કંપનીના સમકક્ષ ભાવે વેચાણ કરી ગ્રાહકોને છેતરતો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર