અમદાવાદ: શહેરમાં સેન્ટ્રલ મોલ સીલ, નિયમનું પાલન નહી કરનાર દરેક એકમ થશે સીલ
કોરોના મહામારીમાં જાહેરમાં માસ્ક નહી પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. આ ગાઇડલાઇનનું પાલન નહી કરનાર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કાર્યવાહી કરી હતી. જેના પગલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પંચવટી પાંચ રસ્તા સામે આવેલો સેન્ટ્રલ મોલ સીલ કરી દીધો છે.
Trending Photos
અમદાવાદ : કોરોના મહામારીમાં જાહેરમાં માસ્ક નહી પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે. આ ગાઇડલાઇનનું પાલન નહી કરનાર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે કાર્યવાહી કરી હતી. જેના પગલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે પંચવટી પાંચ રસ્તા સામે આવેલો સેન્ટ્રલ મોલ સીલ કરી દીધો છે.
આજે રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જોવા મળી રહ્યા છે. લોકો મોલમાં માસ્ક વગર ફરી રહ્યા હતા. ઉપરાંત મોલમાં આવેલા ચેન્જિંગ અને ટ્રાયલ રૂમ પણ દરેક વ્યક્તિ માટે ખુલ્લા હતા. કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ભંગ થતા કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સોશિયલ ડિસ્ટન્સ મુદ્દે વસ્ત્રાપુરનો એક ખ્યાતનામ મોલ પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હિમાલયા મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ, પ્રહલાદ નગરમાં આવેલા સિનર્જી બિલ્ડિંગને પણ સીલ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ રીતે ગાઇડ લાઇનનું પાલન કરવા તમામ સંસ્થાનોને અપીલ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે