વડોદરા : ભાજપનાં કાઉન્સિલરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગઈકાલે પૂર્વ કોર્પોરેટરનું થયું મોત
વડોદરામાં ભાજપનાં કાઉન્સિલરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટર દિપીકા પટણીને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. દિપીકા પટણી વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નં 14 નાં કાઉન્સિલર છે. કોરોનાગ્રસ્ત મહિલા કાઉન્સિલરને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ભાજપના આ માહિલા કોર્પોરેટરે હાલમાં જ પાલિકાની સામાન્ય સભામાં પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડોદરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસના કારણે યાકુતપુરામાં રહેતા પૂર્વ કોર્પોરેટર મંજૂરખાન પઠાણનું મોત થયું છે. મંજૂરખાન પઠાણ પારૂલ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ભાજપનાં કાઉન્સિલરને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટર દિપીકા પટણીને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું છે. દિપીકા પટણી વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નં 14 નાં કાઉન્સિલર છે. કોરોનાગ્રસ્ત મહિલા કાઉન્સિલરને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ભાજપના આ માહિલા કોર્પોરેટરે હાલમાં જ પાલિકાની સામાન્ય સભામાં પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડોદરામાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસના કારણે યાકુતપુરામાં રહેતા પૂર્વ કોર્પોરેટર મંજૂરખાન પઠાણનું મોત થયું છે. મંજૂરખાન પઠાણ પારૂલ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ હતા. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.
ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ થઈ, 24 કલાકમાં 29 તાલુકામાં વરસાદ પડ્યો
આજે બેના મોત
વડોદરામા કોરોનાથી આજે વધુ બે દર્દીઓના મોત થયા છે. વડોદરામાં એક દવાના વેપારી અને અન્ય એક વ્યક્તિનુ મોત થયું છે. વાઘોડિયા રોડ વિસ્તારના દવાના એક વેપારી અને આજવા રોડ વિસ્તારના વૃદ્ધનું કોરોનાથી મોત નિપજ્યું છે. આરોગ્ય વિભાગે મેડિકલ બુલેટીનમાં મોતની માહિતી નથી આપી. આમ, વડોદરાનો સત્તાવાર મૃત્યુઆંક 42 થયો છે.
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ત્રાટકશે વાવાઝોડું, 90-100 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાય તેવી શક્યતા
ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી મોત
વડોદરામાં આજે ભાજપ કોર્પોરેટરનું દુઃખદ અવસાન થયું છે. વોર્ડ 11 ના ભાજપ કોર્પોરેટર અરવિંદ પટેલને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે. અરવિંદ પટેલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ભાજપ કોર્પોરેટરના મોતથી ભાજપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વાવાઝોડાની અસર : સુરત જિલ્લાના 32 ગામોમાં એલર્ટ, ઉમરગામના વિસ્તારો ખાલી કરવા પહોંચ્યું તંત્ર
ટ્યુશન ક્લાસ શરૂ કરવાની માંગ
વડોદરામાં ટ્યુશન ક્લાસ શરૂ કરવા માંગ ઊઠી છે. ટ્યુશન ક્લાસ એસોસિયેશને સોશિયલ મીડિયા પર આ મામલે અભિયાન શરૂ કર્યું છે. જેમાં 10 હજાર લોકોએ ટ્વિટ અને મેઈલ કર્યા છે. સરકાર પાસે ટ્યુશન ક્લાસ શરૂ કરવા અથવા રાહત પેકેજ આપવા સંચાલકોએ માંગ કરી છે. તેઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠા બેઠા કંટાળ્યા છે. તેમજ નવા શૈક્ષણિક સત્રમાં ટ્યુશન ક્લાસને પણ તેઓ લોકડાઉનને કારણે રિનોવેટ પણ નથી કરાવી શક્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર