રવિ અગ્રાવાલ/ વડોદરા: વડોદરા પોલીસ કમીશનર દ્વારા એક વિચિત્ર પ્રકારનું જાહેરનામું બહાર પાડાવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસે પણ ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં આ વખતે વડોદરા પોલીસે મહિલા અને યુવતીઓ માટે ખાસ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં કારણે 31મીની રાત્રે મહિલાઓ અને યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે મામલે વિવાદ વકરતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટતા કરી હતી. ટૂંકા વસ્ત્રોમાં નહીં પરંતુ કઢંગી હાલતમાં યુવક-યુવતીઓ જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. 31મી ડિસેમ્બરને લઈને શહેરમાં 1000 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે. જે 40 જેટલાં સ્થળોએ તપાસ કરશે. અને બ્રેથ એનેલાઈઝરથી દરેક વ્યક્તિનું ચેકિંગ કરવામાં આવશે.


વધુમાં વાંચો...ભાજપ દ્વારા રાજ્યોના ચૂંટણી પ્રભારીની જાહેરાત, ઝડફિયાને સોપાઇ યુપીની કમાન


વિવાદ થતા કમીશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે, 31 ડિસેમ્બરને લઇને યુવક અને યુવતીઓ જો કઢંગી હાલતમાં હશે તો કાર્યવાહી કરવામાં આવીશે. જ્યારે યુવતીનાઓને ટૂંકા વસ્ત્રો અંગે પૂછતા નિવેદન ફેરવી લીધું અને કઢંગી હાલત અંગેની સ્પષ્ટતા કરી હતી.  


કમીશનરના આ પ્રકારના જાહેરનામાંને લઇને વડોદરા વાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસના આ પ્રકારના જાહેરનામાં કહેવામાં આવ્યું છે, કે મહિલાઓને ટૂકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લાદવા અંગેની વાત કરવામાં આવતા, જાણે હવે એવું લાગી રહ્યું છે, કે હવે કપડા પહેરવાનું પણ પોલીસ શીખવાડશે.