સીએમ રૂપાણીની સભા પહેલા વડોદરામાં કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા
- વડોદરા શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જોષીને પોલીસે નજર કેદ કરાયા
- કોગ્રેસના નેતાઓએ આ ઘટનાને આચારસંહિતાનુ ઉલ્લંઘન ગણાવ્યું
રવિ અગ્રવાલ/વડોદરા :મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે. તેઓ પહેલી ચૂંટણી સભા તરસાલીમાં, બીજી ચૂંટણી સભા કારેલી બાગમાં અને ત્રીજી સભા નિઝામપુરામાં ગજવશે. ત્યારે વડોદરામાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
વડોદરામાં કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરાયા છે. વડોદરામા મુખ્યમંત્રી આવવાના હોઈ કોંગ્રેસના નેતાઓ વિરોધ ના કરે તે માટે તેઓને નજરકેદ કરાયા છે. વડોદરા શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જોષીને પોલીસે નજર કેદ કર્યાં છે, જેથી તેઓએ આદર્શ આચારસંહિતાનો ભંગ ગણાવીને ચૂંટણી અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પ્રચારમા અડચણ ઉભી કરવાનો કોંગ્રેસનો આરોપ છે. આંકલાવ અને ઉમરેઠ જિલ્લાના કોંગ્રેસ પ્રભારી નિલેશ બ્રહ્મભટ્ટ આરોપ મૂક્યો કે, ભાજપ સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે. ભાજપ કોંગ્રેસના સૈનિકને દબાવી રહી છે. મુખ્યમંત્રી વડોદરામાં ભાજપના સ્ટાર પ્રચારક તરીકે આવી રહ્યા છે, ત્યારે નજરકેદ કેમ કરાયા?
ખાખી વર્દી પહેરનારા જ કરાવે છે દારૂની હેરાફેરી, પુરાવો આપતો ઓડિયો થયો વાયરલ
કોંગ્રેસ અગ્રણી અને પ્રવક્તા ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકો પર પુલવામાના આંતકવાદી હુમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નમન કરું છું. આજે કોંગ્રેસના સૈનિકો પર ભાજપ દ્વારા આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો જે હુમલો કરવામાં આવ્યો છે, તેની નિંદા કરુ છું. આજે ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે વડોદરા આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને નજરકેદ કરવામાં આવે તે કેટલું યોગ્ય? મારી ઘરે પોલીસે મને નજરકેદ કર્યો છે.
મોબાઈલ પર ગેમ રમતા બાળકને ચોરે બનાવ્યો ટાર્ગેટ, જોતજોતામાં લઈને ફરાર થઈ ગયો
અનેક નેતાઓની સાથે સાથે પોલીસ ફરી રહી છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા એટેક થયો હતો. એ જ કાળો દિવસ છે. કોંગ્રેસના સૈનિકો દ્વારા ભાજપ દ્વારા આચારસંહિતા પર હુમલો કરાયો છે. ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવનાર છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને હુમલા દ્વારા દબાવવાનો અને ગભરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હું આંકલાવ પ્રચાર કરવા જઈ રહ્યો છું, ત્યારે મારી સાથે પોલીસ ઓફિસર રાખ્યા છે. પોલીસ સવારે 8.30 થી મારા ઘરે આવી ગઈ હતી, ત્યારથી મારી સાથે છે. સરકારી મશીનરીનો ભાજપ દુરુપયોગ કરી રહી છે. ભાજપ ચૂંટણીથી ડરી ગઈ હોય અને અમને નજરકેદ કર્યા હોય તેવું મને લાગે છે.