ખાખી વર્દી પહેરનારા જ કરાવે છે દારૂની હેરાફેરી, પુરાવો આપતો ઓડિયો થયો વાયરલ
Trending Photos
- આ વાયરલ ઓડિયોથી સવાલ એ થાય છે શું ગુજરાતમાં ખરેખરે દારૂબંધી છે. ખુદ ખાખી જ બુટલેગરો સાથે મળી દારૂની હેરાફેરી કરાવે છે
- પોલીસકર્મીઓને ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરી રોકવા માટે રાખ્યા છે કે પછી બુટલેગરોની સેવા કરવા માટે તેવો સવાલ સામાન્ય નાગરિકોમા ઉઠ્યો છે
સમીર બલોચ/અરવલ્લી :અરવલ્લીમાં ખુલ્લેઆમ થતી દારૂની હેરાફેરીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં બુટલેગર સાથે પોલીસની મિલિભગત સામે આવી છે. બુટલેગર અને PSI એન. એમ. સોલંકીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં બુટલેગર બે બોટલ દારૂની લઈ જવા માટે PSI એન. એમ. સોલંકીને વાત કરી રહ્યો છે. જેમાં PSI એન. એમ. સોલંકીએ તેને તો દારૂની બોટલ લઈ જવા છુટ આપી ચેકપોસ્ટ પાર કરાવવાનું કહે છે. પરંતુ સાથે પોતાના માટે પણ એક બોટલ બુટલેગર પાસેથી મંગાવી રહ્યો છે. એટલું જ નહીં પણ દારૂની હેરાફેરી માટે હપ્તાનું વહીવટ પણ પતાવવાનું કહે છે. ત્યારે સવાલ એ થાય છે શું ગુજરાતમાં ખરેખરે દારૂબંધી છે. ખુદ ખાખી જ બુટલેગરો સાથે મળી દારૂની હેરાફેરી કરાવે છે. પોલીસકર્મીઓને ચેકપોસ્ટ પર દારૂની હેરાફેરી રોકવા માટે રાખ્યા છે કે પછી બુટલેગરોની સેવા કરવા માટે.ક્યાં સુધી હપ્તા લઈને દારૂની હેરાફેરી ખુદ ખાખીધારીઓ કરાવશે. ક્યાં સુધી આ હપ્તારાજથી દારૂબંધીના ધજાગરા ઉડશે.
પીએસઆઈ અને બૂટલેગર વચ્ચે થયેલી વાતચીત....
બુટલેગરઃ તમારું મને ખાલી સાચવી આલો બાકી આગળ મને કોઈ નહીં પકડે.
PSI સોલંકીઃ તમે ક્યાં છો અત્યારે કાલિયાપુર કે ઉંડવા?
બુટલેગરઃ નહીં નહીં.. આપણે ઉંડવા.. અરે આપણે શું કહેવાય? ચીમનવાડા રોડ પર આપડે નહીં પેલી હોટલ બાપુની છે ગજેન્દ્રસિંહની.. ત્યાં જ આયો તો હું.
PSI સોલંકીઃ ના ના તો અત્યારે રહેવા દો તમે. હેલ્લો.. અને આવું બધું હોય તો પહેલેથી મને જાણ કરો યાર. તમે તાત્કાલિક હવે આવીને મને કહો કે સાહેબ આવું છે અને હું જઉંને. પહેલાં તો કો મને કે સાહેબ આ રીતે સાંજે જવાનું છે.
બુટલેગરઃ અરે હું તમને ફોન કરવાનો હતો સાહેબ પણ મને એમ થયું કે મેં કીધું..
PSI સોલંકીઃ ના ના.. તમે ઓલું પૂરું કર્યું?
બુટલેગરઃ કયું? આપી દીધું ને?
PSI સોલંકીઃ ઓકે.. ઓકે..
બુટલેગરઃ અરે એમાં ના કહેવું પડે સાહેબ..
PSI સોલંકીઃ સારું સારું વાંધો નહીં..
બુટલેગરઃ સારું.. હું શું કહું છું હેલ્લો..
PSI સોલંકીઃ હાં..
બુટલેગરઃ તમારામાં ચોકીએ જે હોય એમને કહેજો ને ખાલી બે બોટલ હું RS લેતો જઉં છું. એનાથી એક બી ઉપર હોય તો તમારે મને કહી દેવાનું. આપણે.. મને તમે હજુ ઓળખતા જ નથી સાહેબ.. આપણે દિલથી..
PSI સોલંકીઃ બે RS લઈ જાઓ છો ને એમને?
બુટલેગરઃ હાં.. બે RS.. બરાબર..
PSI સોલંકીઃ તો એક કામ કરો.. સિગ્નેચર એક મારી સિગ્નેચર મારી લઈ લો. મારી એક સિગ્નેચર લઈ લો બોટલ અને ચેકપોસ્ટને હું કહી દઉં છું કે આ નંબરની ગાડી આવશે એક સિગ્નેચર લઈ લેજો અને તમે બે આ RS લઈને જજો.
બુટલેગરઃ પાછી સિગ્નેચરની ચ્યાં મારી @%@ છો યાર સાહેબ.
PSI સોલંકીઃ કેમ સિગ્નેચરની.. 700-800ની આવશે. લાવોને એક..
બુટલેગરઃ અરે યાર સાહેબ અત્યારે તમારા માટે 10 હજાર મેં મારા ઘરના આપ્યા છે.
PSI સોલંકીઃ હવે એ તો તમારે એની જોડેથી કઢાવોને... તમારે તો..
બુટલેગરઃ અરે નથી કઢાયા પણ આ તો એકવાર બોલ્યા પછી જબાનથી બોલ્યા પછી આપણે બીજું બોલતા નથી સાહેબ તમે પૂછો.
ZEE 24 કલાકે અહેવાલ પ્રસારીત કર્યો હતો. જેથી તાત્કાલિક અરવલ્લીના એસ.પીએ લાંચિયા PSI એન. એમ. સોલંકી સામે પ્રાથમિક તપાસના આદેશ કર્યા હતા. તો PSI અને બુટલેગરની ઓડિયો ક્લિપ મામલે ત્વરિત કાર્યવાહી કરીને મેઘરજ PSI એન એમ સોલંકીને સસ્પેન્ડ કરાયો છે. અરવલ્લી એસપીએ તાત્કાલિક સસ્પેન્ડનો આદેશ કર્યો હતો. આઇજીના આદેશ બાદ ઓડિયો કેસમાં તપાસ તેજ બની હતી. જોકે, બુટલેગર સાથેની મિલિભગતથી ચાલતો દારૂનો વેપલો બંધ ક્યારે થશે. ક્યારે થશે આવા લાંચિયાઓ સામે દાખલારૂપ કાર્યવાહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે