બનાવટી ડોક્યુમેન્ટ્સથી ઈન્ડોનેશિયાની યુવતીએ ગુજરાતી યુવક સાથે લગ્ન કર્યાં, આખરે ખૂલી પોલ

બનાવટી ડોક્યુમેન્ટ્સથી ઈન્ડોનેશિયાની યુવતીએ ગુજરાતી યુવક સાથે લગ્ન કર્યાં, આખરે ખૂલી પોલ
  • ક્રાઈમ બ્રાન્ચને બાતમી  મળી હતી કે, વૈષ્ણોદેવી સર્કલ પાલે આવેલ અદાણી શાંતિગ્રામમાં એક ઈન્ડોનેશિયન યુવતી ગેરકાયદેસર રીતે રહે છે
  • ટીની નામની આ યુવતી 2013માં ઈન્ડોનેશિયાથી ભારત આવી હતી. તે વર્ક પરમીટ પર ચેન્નાઈની એક હોટલમાં નોકરી કરતી હતી

મૌલિક ધામેચા/અમદાવાદ :ઈન્ડોનેશિયન નાગરિક હોવા છતાં ભારતીય હકો ઉભા કરી ભારતમાં રહેતી યુવતી સામે ફરિયાદ નોંધાઈ છે. યુવતી સહિત બે લોકો સામે ગુનો નોંધાયો છે. ટીની ઉર્ફે નિલુ કેટવર તથા સંદીપ જોશી સામે ગુનો નોંધાયો છે. ટુરિસ્ટ વીઝા પૂર્ણ થવા છતાં યુવતીએ સંદીપ સાથે લગ્ન કર્યા હતા, અને તે ભારતમાં રહેતી હતી. એટલુ જ નહિ, ભૂજના એક શખ્સ પાસે સંદીપે યુવતીના ભારતીય ડોક્યુમેન્ટ બનાવડાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચને બાતમી  મળી હતી કે, વૈષ્ણોદેવી સર્કલ પાલે આવેલ અદાણી શાંતિગ્રામમાં એક ઈન્ડોનેશિયન યુવતી ગેરકાયદેસર રીતે રહે છે. આ યુવતીએ ગુજરાતી યુવક સાથે લગ્ન કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં રહે છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસમાં સામે આવ્યું કે, આ યુવતી ખોટા પુરાવાના આધારે ભારતમાં રહે છે. અહી રહેવા માટે તેણે આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય સરકારી ડોક્યુમેન્ટ્સ પણ બનાવડાવ્યા હતા. જેને આધારે તેણે ભારતીય નાગિરકત્વ લીધુ હતુ.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, ટીની નામની આ યુવતી 2013માં ઈન્ડોનેશિયાથી ભારત આવી હતી. તે વર્ક પરમીટ પર ચેન્નાઈની એક હોટલમાં નોકરી કરતી હતી. જ્યાં તેનો સંપર્ક સંદીપ જોશી નામના યુવક સાથે થય હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી સંદીપે ટીની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટીનીને સંદીપે ટીનીને ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકત્વ આપ્યું હતું. તેણે ભૂજના નરેશ સોલંકી નામાના વ્યક્તિ પાસેથી વર્ષ 2018માં ચૂંટણી કાર્ડ બનાવડાવ્યું હતું. ટીનીના તમામ ભારતીય ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા હતા. ગીતા ઠક્કર નામની મહિલાની મદદથી આ સંદીપે પાસપોર્ટ કઢાવ્યો હતો.

પોલીસે ઘરમાં તપાસ કરતા યુવતી ટીનીના નામે આધારકાર્ડ, પાસપોર્ટ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ કબ્જે કર્યા હતા. આ તમામ ફેક ડોક્યુમેન્ટ આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. આ ફેક ડોક્યુમેન્ટ બનાવનાર શખસોની પણ ક્રાઈમ બ્રાન્ચ આગામી દિવસોમાં તપાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news