VADODARA: માતેલા સાંઢની જેમ ફરી રહ્યા હો તો સાવધાન, ગણતરીના બેડ જ ખાલી, કોઇ નહી પકડે હાથ
ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે હાથમાંથી સરકી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો મારતા સરકાર વામણી સાબિત થઇ રહી છે. કોરોના કાબુમાં હોવાના દાવાઓ વચ્ચે સ્થિતી ખુબ જ વિપરિત બની ચુકી છે. ગુજરાતનાં ચાર મહાનગરોમાં સ્થિતી ખુબ જ સ્ફોટક છે. જેના કારણે હાલ કોરોના દર્દીઓને સારવાર આપવા મુદ્દે સરકાર અને સરકારી હોસ્પિટલોની સ્થિતી ખુબ જ ખસતા છે. જેથી હવે જો સ્થિતી કાબુમાં નહી આવે તો યુરોપ જેવી સ્થિતી ગુજરાતમાં ઉદ્ભવે તેવી શક્યતા છે.
હાર્દિક દીક્ષિત/વડોદરા : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે હાથમાંથી સરકી રહી હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો મારતા સરકાર વામણી સાબિત થઇ રહી છે. કોરોના કાબુમાં હોવાના દાવાઓ વચ્ચે સ્થિતી ખુબ જ વિપરિત બની ચુકી છે. ગુજરાતનાં ચાર મહાનગરોમાં સ્થિતી ખુબ જ સ્ફોટક છે. જેના કારણે હાલ કોરોના દર્દીઓને સારવાર આપવા મુદ્દે સરકાર અને સરકારી હોસ્પિટલોની સ્થિતી ખુબ જ ખસતા છે. જેથી હવે જો સ્થિતી કાબુમાં નહી આવે તો યુરોપ જેવી સ્થિતી ગુજરાતમાં ઉદ્ભવે તેવી શક્યતા છે.
Goa માં કોલ સેન્ટર ઝડપાયું તો ઘરમાં જ શરૂ કોલ સેન્ટર, ડેટા જોઇ પોલીસ ચોંકી ઉઠી
ગુજરાતનાં ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે કેસ આવી રહ્યા છે. તેવામાં વડોદરામાં સરકારી બેડની સંખ્યા ખુબ જ ચિંતાજનક બની છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલનાં 70 ટકાથી વધારે બેડ ફુલ થઇ ચુક્યા છે. જેના પગલે નાગરિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં આડેધડ દવાઓનો ઉપયોગ થવાના કારણે ઘટ પેદા થઇ છે. 8241 બેડમાંથી 5471 બેડ ફુલ થઇ ચુક્યા છે. જે પૈકી 2770 બેડ જ ખાલી છે. આઇસીયુનાં 1368 પૈકી 1057 બેડ ફુલ છે જ્યારે માત્ર 311 જ ખાલી છે. જ્યારે ઓક્સિજનનાં બેડ 2924 પૈકી 2042 બેડ ફુલ, 892 બેડ ખાલી છે. ડોક્ટર શિતલ મિસ્ત્રીનાં નિવેદન અનુસાર હાલ હોસ્પિટલોમાં 6839 દર્દીઓ દાખલ છે.
વિધાનગૃહમાં કરી જાહેરાત, ગિરનાર રોપ-વે બાદ હવે ગુજરાતમાં અહીં બનશે વધુ એક રોપ-વે
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના દર્દીઓ પૈકી મોટા ભાગનાં એસિમ્ટમેટિક દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થઇને જ સારવાર લેવાનું પસંદ કરતા હોય છે. તેમ છતા પણ જો બેડ ફુલ થઇ રહ્યા છે તેનો અર્થ છે કે, રાજ્યમાં કોરોનાની સ્થિતી ખુબ જ ચિંતાજનક છે. આ ઉપરાંત તંત્ર જેટલા આંકડા દર્શાવી રહ્યું છે તેના કરતા કોરોના દર્દીઓ અનેકગણા વધારે છે. આ ઉપરાંત ગંભીર લક્ષણો ધરાવતા એટલે કે દાખલ કરવા પડે તેવા દર્દીઓની સંખ્યા પણ ખુબ જ મોટી છે. જેને તંત્ર દ્વારા છુપાવવામાં આવી રહ્યા હોવાની પુરી શક્યતાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube