Goa માં કોલ સેન્ટર ઝડપાયું તો ઘરમાં જ શરૂ કોલ સેન્ટર, ડેટા જોઇ પોલીસ ચોંકી ઉઠી

જોકે છેલ્લા 6 વર્ષથી ઇન્દોર,કોલકત્તા, ગોવા,અમદાવાદ જેવા શહેરોમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. હાલ છેલ્લે ગોવામાં કોલ સેન્ટર બંધ થઈ જતા સાગરે પોતાના ઘરે કોલ સેન્ટર શરૂ કર્યું હતું. 

Goa માં કોલ સેન્ટર ઝડપાયું તો ઘરમાં જ શરૂ કોલ સેન્ટર, ડેટા જોઇ પોલીસ ચોંકી ઉઠી

ઉદય રંજન, અમદાવાદ: શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch) અગાઉ ઘણા કોલ સેન્ટર પકડ્યા છે જે કોલ સેન્ટર (Call Center) માંથી ભોગ બનનારની માહિતી મળી આવી હતી. પરંતુ પહેલું એવું કોલસેન્ટર (Call Center) ઝડપાયું છે જે કોલ સેન્ટરના સંચાલકો પાસેથી દેશભરમાં કોલ સેન્ટર (Call Center) ચલાવતા અને તેની સાથે સંકળાયેલા આરોપીઓની માહિતી અને લિંક મળી આવી છે. દેશભરમાં ચાલતા કોલસેન્ટરની માહિતી મળતા તપાસ તેજ કરી દીધી છે.

સાયબર ક્રાઇમ (Cyber Crime) ગિરફતમાં રહેલ આરોપી સાગર મહેતા (Sagar Maheta) બોગસ કોલ સેન્ટરનો માસ્ટર માઈન્ડ છે. સાયબર ક્રાઇમ બ્રાંચ (Cyber Crime Branch) બાતમીના આધારે મણિનગરથી સાગર મહેતા ઘરેથી કોલ સેન્ટર પકડ્યું છે. આરોપી સાગર મહેતા ઘરેથી કોલ સેન્ટર ઓપરેટ કરતો જેમાં અમેરિકન નાગરિક કોલ કરી પે ડે લોન આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઇ કરતો હતો હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ આરોપી ઘરેથી કબ્જે કરેલ કોમ્પ્યુટર,લેપટોપ અને મોબાઈલ માંથી મળી આવેલા ડેટાથી પોલીસ ચોંકી ઉઠી હતી કારણકે દેશભર ચાલતા બોગસ કોલ સેન્ટરના ડેટા મળી આવ્યા છે જેમાં આરોપીઓની માહિતી વિગતવાર મળી આવી છે.

બોગસ કોલ સેન્ટર (Bogus Call Center) સંચાલક સાગર મહેતા (Sagar Maheta) નું પાર્ટશિપમાં અલગ અલગ રાજ્યમાં કોલ સેન્ટર ચાલતા હોવાનું સામે આવ્યું છે. જોકે છેલ્લા 6 વર્ષથી ઇન્દોર,કોલકત્તા, ગોવા,અમદાવાદ જેવા શહેરોમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો હતો. હાલ છેલ્લે ગોવામાં કોલ સેન્ટર બંધ થઈ જતા સાગરે પોતાના ઘરે કોલ સેન્ટર શરૂ કર્યું હતું. 

ઉલ્લેખનીય છે કે કોલ સેન્ટર જાણીતા આરોપી સાગર ઉર્ફે સેંગી ઠક્કર સહિતના આરોપી સાથે કોલ સેન્ટરમાં કામ કરી ચુક્યો છે. પરંતુ સાયબર ક્રાઇમ બ્રાંચને દેશભરમાં બોગસ કોલ સેન્ટર ચલાવનાર નામ અને માહિતી મળતા તપાસ તેજ કરી છે. ત્યારે જોવાનું રહેશે કે અન્ય કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ સાયબર ક્રાઇમના સકંજામાં આવે છે કે કેમ..??

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news