જયંતિ સોલંકી/વડોદરા: કોર્પોરેશન સંચાલિત પ્લેનેટોરિયમમાં ટમટમતા તારાઓ અને ગ્રહોની અનુભૂતિ કરાવતું મશીન બગડતા અંતે છેલ્લા 25 દિવસથી પ્લેનોટરીયમ બંધ કરી દેવાનો વખત આવ્યો છે. 1976 માં શરૂ થયેલું પ્લેનેટોરિયમ હવે ભૂતકાળ બની જવાના માર્ગે છે. વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા પ્લેનેટોરિયમ તૈયાર કરાયું હતું. હાલ મશીન રીપેર કરી શકે તેવો જાણકાર ઇજનેર નહીં હોવાથી પ્લેનેટોરિયમ બંધ કરાયું છે. ભૂતકાળમાં મશીન બગડ્યું ત્યારે જર્મનીથી એન્જિનિયરો આવ્યા હતા. 47 વર્ષ પૂર્વે પ્લેનેટોરિયમ શરૂ કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપવાની ઘટનામાં ચોંકાવનારો ઘટસ્ફોટ, અંતે ગુનો નોંધાયો 


આ વિશે મતી માહિતી પ્રમાણે કોર્પોરેશન દ્વારા વર્ષ 1976 ની સાલમાં સયાજી બાગ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ્ય હતો કે બાગમાં આવતા શેલાણીઓના બાળકોને વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનનો વિજ્ઞાન મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને ટોરિયમમાં 47 વર્ષ પૂર્વે વસાવવામાં આવેલું મશીન દ્વારા બાળકોને આકાશના ટમટમતા તારાઓ અને ગ્રહો નક્ષત્ર સહિતની ઓડિયો વીડિયોના માધ્યમથી શિક્ષણ આપવામાં આવતું હતું. જે સોનો ટિકિટ નો દર ₹20 રાખવામાં આવ્યો હતો. 


ડોક્ટર યુવતીને સારવારના બહાને બોલાવી અનેક વાર માણ્યું શરીરસુખ, એક દિવસ તો ઘરે...


પરંતુ હાલમાં છેલ્લા 25 દિવસથી મશીન બગાડતા કોર્પોરેશન એ પ્લેનેટોરિયમ બંધ કરી દેવાનો વખત આવ્યો હતો. જેને પગલે સમગ્ર રાજ્ય અને બહારથી પણ આવતા શેલાણીઓને પ્લેનેટોરિયમ માં ગ્રહ મંડળ વિશે માહિતી નહીં મળી શકતા વસવસો રહે છે. ત્યારે કોર્પોરેશન પાસે પણ આ મશીન રીપેર કરવા કોઈ મિકેનિકલ કે ટેકનિશિયન નહીં હોવાથી હવે રીપેરીંગ માટે કોર્પોરેશન દ્વારા ટેકનીશીયનની શોધ કરવામાં આવી રહી છે.


અનોખી સિદ્ધિ:બબલરેપ પેઇન્ટિંગ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ થયા બાદ એવોર્ડ એનાયત


ટેકનિશિયન નહીં મળે ત્યાં સુધી પ્લેનેટોરિયમ બંધ રાખવાની ફરજ પડ્યું હતું. ભૂતકાળમાં જ્યારે મશીન બગડ્યું ત્યારે સમગ્ર દેશમાંથી એક પણ ટેકનિશિયન નહીં મળતા અંતે જર્મનીથી ટેકનિશિયન ને બોલાવી મશીન શરૂ કરવામાં આવ્યું હતું.