7 દિવસ બાદ પણ વડોદરામાં સિટી બસ સેવા બંધ! 100 બસો પાણીમાં ગરકાવ, કરોડોનું નુકશાન
વિશ્વામિત્રી નદીના પુરે વડોદરાને પાયમાલ કરી નાખ્યું છે. વડોદરાના ભાજપના શાસકોના પાપે વડોદરાને વ્યાપક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. શહેરના નું નુકશાન કોર્પોરેશનને પણ છોડી નથી, કોર્પોરેશનની સિટી બસ કંપનીને મોટું નુકશાન થયું છે.
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરામાં આવેલા પુરે ચારેય તરફ તારાજી સર્જી છે, ત્યારે વડોદરા કોર્પોરેશનની સિટી બસને પણ વ્યાપક નુકશાન થયું છે. 7 દિવસ બાદ પણ સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી.
હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણ
વિશ્વામિત્રી નદીના પુરે વડોદરાને પાયમાલ કરી નાખ્યું છે. વડોદરાના ભાજપના શાસકોના પાપે વડોદરાને વ્યાપક નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. શહેરના નું નુકશાન કોર્પોરેશનને પણ છોડી નથી, કોર્પોરેશનની સિટી બસ કંપનીને મોટું નુકશાન થયું છે. જાણ મહેલ ખાતે પાર્ક કરેલી 100 બસો પાણીમાં ગરકાવ થઈ હતી. જેના કારણે 100 બસો બંધ થઈ ગઈ છે. વિનાયક લોજિસ્ટિક એક કરોડનું નુકશાન થયું છે.
આખા દેશમાં એક ટાઈમ સેટ કરવા આ પાટીદાર નેતાની છે મોટી ભૂમિકા, જાણો ભારતના સમયની કહાની
વડોદરામાં પુર આવ્યાને આજે 6 દિવસ છે. પુરના પાણી તો ઓસરી ગયા પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. 100 બસો ખોટકાઈ છે. જ્યારે સિટી બસની ઓફિસનું તમામ સાહિત્ય પાલડી ગયું છે. ટિકિટ, મશીનો પાણીમાં પલડી ગયા છે. જનમહેલ સિટી બસ સ્ટેશનમાં હજુ સુધી લાઇટ નથી આવી, જેના કારણે સિટી બસ સેવા શરૂ થઈ શકી નથી અને તેથી નાગરિકોને અવરજવર માટે ભારે હાલાકી પડી રહી છે. રિક્ષાવાળાઓએ ડબલ ભાડા કરીને ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે.
માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા સમાચાર; મુખ્ય આરોપીની દુબઇથી ધરપકડ, હવે ખૂલશે...
વડોદરામાં વિશ્વામિત્રીના પુરે અનેક પરિવારોને પાયમાલ કરી નાખ્યાં છે. વિશ્વામિત્રીના પુરે કરોડોનું નુકશાન કર્યું છે. ત્યારે પુરથી દુઃખી લોકોને મળતી સસ્તી સિટી બસ સેવા પણ બંધ છે, હજુ એક સપ્તાહ સુધી સિટી બસનું ઓપરેશન ચાલુ તેવું શક્ય નથી.