વડોદરા: ગાયોની તસ્કરી કરનારી ટોળકીનો પર્દાફાશ, 4 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત
લોકડાઉન દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી ગાયોની તસ્કરી કરતી ટોળકીનો ક્રાઇમબ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ ટોળકીનાં બે સાગરીતોને 7 ગાય સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલી ટોળકીનાં 4 સાગરીતોને વોન્ટેડ જાહેર કરીને ધરપકડ કરવાનાં ચક્રોગતિમાન કર્યા છે.
વડોદરા : લોકડાઉન દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી ગાયોની તસ્કરી કરતી ટોળકીનો ક્રાઇમબ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ ટોળકીનાં બે સાગરીતોને 7 ગાય સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલી ટોળકીનાં 4 સાગરીતોને વોન્ટેડ જાહેર કરીને ધરપકડ કરવાનાં ચક્રોગતિમાન કર્યા છે.
Corona Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વધુ 517 કેસ, કુલ આંકડો 23 હજારને પાર
વડોદરા શહેરનાં સલાટવાડા વિસ્તારમાં સ્કોર્પિયો કાર લઇને ગાયોની તસ્કરી કરતી ટોળકીનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ ગાય ચોરીના કૌભાંડની તપાસ ક્રાઇમબ્રાંચ દ્વારા ચાલુ કરવામાં આવી હતી.
સુરત માટે UNLOCK 1 ઘાતક: કોરોનાના કેસમાં ઘટસ્ફોટ થયો
ભાવનગરનાં ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. જેમાં બાતમીનાં આધારે અલ્તાફ હુશેન શેખની ધરપકડ કરવામાં આવી હતી. તેની પુછપરછ કરતા ચોરી કરેલી ગાય ફઝળ શફિક રોબરને વેચી હોવાની કબુલાત કરી હતી. જે કબુલાતનાં આધારે ક્રાઇમબ્રાંચે ફઝલની પણ ધરપકડ કરી હતી. જેમાં ગાય-વાછડો, સ્કોર્પિયો કાર, મોબાઇલ ફોન સહિત કુલ સાડા ચારલાખ જેટલી માલમતા કબ્જે કરી હતી. પોલીસ દ્વારા જો કે સ્કોર્પિયો કાર કબ્જે કર્યા બાદ આ તસ્કરીમાં સંડોવાયેલા કારના માલિક ઇલિયાસમામા, મકબુલ સતાર મન્સુરી, અકબર અને ટેક્ષી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube