સુરત માટે UNLOCK 1 ઘાતક: કોરોનાના કેસમાં ઘટસ્ફોટ થયો
Trending Photos
સુરત : સુરત માટે લોકડાઉન કરતા અનલોક 1.0 વધારે ભારે રહ્યું છે. અનલોક 1.0 માં સુરતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં નાટ્યાત્મક રીતે વધારો થયો યહતો. જો તંત્ર દ્વારા યોગ્ય પગલા નહી લેવામાં આવે તો અમદાવાદની જેમ જ સુરતમાં પણ સ્થિતી વણસી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં અનલોક 1.0 પછી સરેરાશ રોજિંદી રીતે 100 કેસ આવે છે જે આંકડો ખુબ જ ચિંતાજનક છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન સરેરાશ 30-40 દર્દીઓ આવતા હતા. જો કે અનલોક 1 સાથે જ સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવી હતી. જેના કારણે દર્દીઓની સંખ્યામાં ન માત્ર સુરત પરંતુ સમગ્ર ગુજરાતમાં વધવા લાગ્યા હતા. સરેરાશ 250-300 દર્દી રોજિંદી રીતે ગુજરાતમાં આવતા હતા. જે અનલોક 1 બાદ સરેરાશ 500 થઇ ચુક્યા છે.
લિંબાયત, કતારગામ સહિતનાં કેટલાક હોટસ્પોટ વિસ્તારોમાં કેસ ખુબ જ વધી રહ્યા છે. મનપાની ટીમ દ્વારા અહીં હીરાના યુનિટમાં રહેલા 300થી પણ વધારે કામદારોને ક્વોરન્ટાઇન કર્યા હતા. આ ઉપરાંત કોર્પોરેશ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમનું પાલન નહી કરવા બદલ સિલિંગ અને દંડની કાર્યવાહી પણ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હીરાના કારખાના કોરોના હોટસ્પોટ સાબિત થઇ રહ્યા છે. અહીં કોઇ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે