રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરામાં ડ્રામા આર્ટિસ્ટ યુવતી પ્રાચી મોર્યના હત્યાનો ભેદ ક્રાંઈમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ વસીમ મલેકની પોલીસે ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોહીના જ સંબંધને કલંકિત કર્યો: સગા ભાઇએ જ બે બહેનો પર ગુજાર્યો બળાત્કાર


ખંભાતથી ડ્રામા પુરો કરી મૃતક પ્રાચી મોર્ય વડોદરા પરત ફરી હતી. મોડી રાત્રે પ્રાચીને તેના મિત્ર અંકિત ઘરે મુકવા પહોંચ્યો હતો. જ્યાં પહેલાથી જ વસીમ મલેક હાજર હતો. પ્રાચીએ અંકિતને પાછો મોકલી દઇ વસીમ સાથે વાતચીત કરી હતી. વસીમ અને પ્રાચી વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. જે પ્રાચીએ બ્રકઅપ કરી નાખતા વસીમ નર્વસ થઇ ગયો હતો.


વધુમાં વાંચો: નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો


બ્રેકઅપ બાદ પણ વસીમ અને મૃતક પ્રાચી વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. મૃતક પ્રાચી અને વસીમ વચ્ચે વાતચીત દરમિયાન ઘર્ષણ થયું સાથે ઝપાઝપી થઇ હતી. તે દરમિયાન વસીમે પ્રાચીનું એક નહીં પરંતુ ચાર ચાર વખત ગળું દબાવી હત્યા કરી નાખી હતી. મૃતક પ્રાચીની હત્યા થયા બાદથી જ વસીમ ફરાર હતો.


જુઓ Live TV:-
ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...