drunk girl high volatage drama હાર્દિક દિક્ષીત/વડોદરા : હજી બે અઠવાડિયા પહેલા જ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિ. વિજિલન્સે દરોડા પાડ્યા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. ત્યારે ફરી એકવાર સંસ્કારી નગરીના સંસ્કાર લજવાય તેવી ઘટના બની છે. વડોદરામાં નશામાં ધૂત એક યુવતીએ જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી. એટલુ જ નહિ, તે નશામાં એવુ ભાન ભૂલી કે, તેણે પોલીસ કર્મીને થપ્પડ લગાવી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક યુવતીને કારણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નશામાં ધૂત યુવતીએ પોલીસ સાથે બબાલ કરી હતી. રાત્રે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓએ કાર રોકતા યુવતી રોષે ભરાઈ હતી. યુવતી નશામાં ધૂત હતી. તેથી તેણે પોલીસ કર્મીઓ સાથે જાહેરમાં ગાળાગાળી કરી હતી. એટલુ જ નહિ, યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી જમાદારને થપ્પડ મારી દીધી હતી. યુવતીએ પોલીસને કહ્યું કે, મારો વીડિયો ઉતારી લો, ને થાય તે કરી લો. આ બાદ ગોત્રી પોલીસે બેફામ બનેલી યુવતીની અટકાયત કરી હતી.


રાજકોટનું રાજકારણ ગરમાયું : પાટીલે દિગ્ગજ નેતાને શિસ્તભંગની નોટિસ ફટકારી


નશામાં ધૂત યુવતી ના કારનામા બાદ વડોદરા પોલીસ આવી હરકતમાં આવી હતી. ગોત્રી પોલીસે મોના હિંગુ નામની યુવતીની અટકાયત કરી છે. તેની અટકાયત બાદ માહિતી સામે આવી કે, મોના હિંગુ નામની યુવતી ગોત્રી ગોકુલ પાર્ટી પ્લોટ પાસે રોડ ક્રોસ કરવા બાબતે એક રાહદારી સાથે તકરાર કરી હતી. એક રાહદારીએ યુવતીની ગેરવર્તણૂક અંગે 100 નંબર ફરિયાદ કરી હતી. જેથી પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી.


કંઈક નવાજૂની થશે : અમિત શાહ ગુજરાતમાં ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે ગુપ્ત બેઠક


ઘટના સ્થળે પોલીસ પહોંચતા યુવતીએ હંગામો કર્યો હતો. યુવતીની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, વાસણા ભાયલી રોડ વિસ્તારમાં તેણે દારૂની મેહફીલ માણી હતી. મેહફીલ માણ્યા બાદ સિટી વિસ્તારમાં કાર લઈ પોતાના ઘરે જઈ રહી હતી. મોના હિંગુ નામની આ યુવતી નેલ આર્ટનું કામ કરે છે. તેની સામે કલમ 185 મુજબ નશો કરીને બેફામ વાહન હંકારવાનો ગુનો નોંધાયો છે. તેમજ કલમ 332 પોલીસ કર્મીઓ સાથે ગેરવર્તણૂંક તેમજ સરકારી કામમાં દખલ કરવાની કલમ ઉમેરાઈ છે. 


રક્ષાબંધનમાં વરસાદ આવશે કે નહિ, હવામાન વિભાગની ચિંતા વધારતી આગાહી


વડોદરા શહેર પોલીસના ઈન્ચાર્જ એસીપી આરડી કવાએ જણાવ્યું કે, યુવતી નું ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થાય તેના માટે કાર્યવાહી કરાશે. ગત રાત્રિએ નશામાં ડ્રાઈવિંગ કરવા બદલ તેની સામે ગુનો નોંધાય છે. આજે સવારે એક પોલીસ કર્મી ફરિયાદી બનતા પોલીસ સાથે ગેરવર્તણૂકનો અલગ ગુનો નોંધ્યો છે. કાર યુવતીની છે કે અન્ય કોઈની તે દિશામાં તપાસ કરીશું.