રક્ષાબંધનમાં વરસાદ આવશે કે નહિ, હવામાન વિભાગની ચિંતા વધારતી આગાહી
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઓગસ્ટમાં નહીંવત વરસાદની હવામાન વિભાગની આગાહી....વરસાદની કોઈપણ સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું...જો કે સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે...વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ કોરો જશે. સપ્ટેમ્બરમાં ઓછા વરસાદના એંધાણ છે. હવે એવુ લાગે છે કે વરસાદ વગર જ ચોમાસાની વિદાય થઈ જશે. અલ-નીનો કારણે વરસાદની સિસ્ટમમાં ભારે અસર પડી છે.
રક્ષાબંધનમાં વરસાદની આગાહી
હવે ભાઈ-બહેનોનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે. બે દિવસ બાદ 30 ઓગસ્ટ રક્ષાબંધન છે. ત્યારે જો તમને રક્ષાબંધનના દિવસોમાં વરસાદની ચિંતા સતાવી રહી છે, તો જાણી લો કે તમે રક્ષાબંધનના દિવસે છુટાછવાયા વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગની ભારે વરસાદની કોઈ આગાહી નથી. તેથી તમે રક્ષાબંધનનું બિન્દાસ્ત પ્લાનિંગ કરી શકો છો.
સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદ પડશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.
ક્યાં છુટાછવાયો વરસાદ રહેશે
નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણનો સમાવેશ થાય છે. બાદમાં અહીં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે