Vadodara boat capsized : વડોદરાના હરણી તળાવમાં પિકનિક પર ગયેલાં બાળકોની બોટ ડૂબી જતાં 12 બાળકો અને 2 શિક્ષિકાનાં મોત થયાં છે. પાણીગેટ વિસ્તારની ન્યુ સનરાઈઝ સ્કૂલનાં ધોરણ એકથી પાંચનાં 80 બાળકો પિકનિક પર લઈ જવામાં આવ્યાં હતાં. આ બાળકોને એ હોડીમાં બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 14 લોકો બેસવાની જ ક્ષમતા હતી પરંતુ 38 લોકોને બેસાડવામાં આવ્યા હતા. તેમને લાઈફ જેકેટ પણ પહેરાવવામાં નહોતાં આવ્યાં. જેના કારણે બોટ અધવચ્ચે ડૂબી ગઈ અને 14 લોકોનાં મોત નીપજ્યાં છે. હજુ પણ 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક લાપતા છે. રાત્રે અંધારૂ થઈ જતાં રેસ્ક્યુ ઓપરેશન બંધ રાખવાની નોબત આવી હતી. જે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાત્રે જ વડોદરા દોડી આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની અને હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે ત્રણ શખસોની અટકાયત કરી છે. આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું જાહેર કરાયું છે. તો ક્રાઈમ બ્રાન્ચે મેનેજર શાંતિલાલ સોલંકીને પૂછપરછ માટે અટકાયતમાં લીધો છે. આ સિવાય અંકિત નામના શખસની પોલીસે પૂછપરછ માટે અટકાયત કરી છે. 


તમારો પગાર કેટલો છે? એવું પૂછવા પર કન્ફ્યૂઝ થયા વગર આપો આ જવાબ


બોટનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના વ્યક્તિએ લીધો હતો. તે હાલ ફરાર છે. તેણે નીલેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને નીલેશ શાહે બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ ત્રીજા કોઈ વ્યક્તિને આપ્યો હતો. એટલે કે કોન્ટ્રાક્ટ લઈને માત્ર નફાખોરી માટે પરેશ શાહે આ કૃત્યુ આચર્યું હતું. પરેશ શાહનો તળાવની બાજુમાં શનાયરાનો પેટ્રોલ પંપ છે. 


કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ



કોના વિરુદ્ધ ગુનો દાખલ?
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો

(૧)બીનીત કોટીયા ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(ર) હિતેષ કોટીયા ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા
(૩) ગોપાલદાસ શાહ ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા
(૪)વત્સલ શાહ ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર
(૫) દિપેન શાહ ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૬)ધર્મીલ શાહ ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા
(૭)રશ્મિકાંત સી. પ્રજાપતિ ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા
(૮)જતીનકુમાર હરીલાલ દોશી ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા 
(૯)નેહા ડી.દોશી ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા
(૧૦)તેજલ આશિષકુમાર દોશી ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા 
(૧૧) ભીમસિંગ કુડિયારામ યાદવ ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા 
(૧૨)વૈદપ્રકાશ યાદવ ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા 
(૧૩) ધર્મીન ભટાણી ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા
 (૧૪)નુતનબેન પી.શાહ ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા 
(૧૫)વૈશાખીબેન પી.શાહ ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા 
(૧૬) મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા


(૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ તથા 
(૧૮)બોટ ઓપરેટર અંકિત નામનો માણસ


જેમને દીક્ષાર્થીનો દ પણ નહોતી ખબર, પિત્ઝા ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા