વડોદરામાં સાયન્સ સિટી બનાવવાની જાહેરાત તો કરી, પણ કમાટીબાગમાં આવેલ પ્લેનેટેરિયમની હાલત બદથી બદતર
વડોદરાના કમાટીબાગમાં આવેલ પ્લેનેટોરીયમમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. લોકો ખગોળ દર્શનનો શો જોવા પ્લેનેટોરીયમમાં આવે છે. પ્લેનેટોરીયમમાં 40 વર્ષ જૂનું પ્રોજેક્ટર છે જેનાથી લોકોને શો બતાવાય છે.
રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્ય સરકારે વડોદરામાં સાયન્સ સિટી બનાવવાની જાહેરાત તો કરી દીધી, પણ કમાટીબાગમાં આવેલ પ્લેનેટોરીયમની હાલત બદતર થઈ છે. જેની તરફ જોવા વાળુ કોઈ નથી. પ્લેનેટોરીયમમાં 40 વર્ષ જૂનું પ્રોજેક્ટર બગડી ગયું છે જેથી ખગોળ દર્શનનો શો જોવા આવતાં લોકોને અધૂરો શો બતાવવામાં આવી રહ્યો છે.
વડોદરાના કમાટીબાગમાં આવેલ પ્લેનેટોરીયમમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે. લોકો ખગોળ દર્શનનો શો જોવા પ્લેનેટોરીયમમાં આવે છે. પ્લેનેટોરીયમમાં 40 વર્ષ જૂનું પ્રોજેક્ટર છે જેનાથી લોકોને શો બતાવાય છે. 30 મિનિટનો સમગ્ર શો હોય છે પણ પ્રોજેક્ટર બગડી ગયું હોવાથી લોકોને માત્ર 10 મિનિટ ખગોળ દર્શનનો શો બતાવાય છે. બાકીની 20 મિનિટ સ્લાઈડ્સ શો બતાવી પૂરી કરી દેવાય છે. જેના કારણે કોર્પોરેશનનું તંત્ર લોકોને છેતરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
મહાત્મા મંદિરમાં PM મોદી પોતાના ભાષણમાં WHOના વડા પર ઓવારી ગયા, ડો. ટેડ્રોસને આપ્યું 'તુલસીભાઈ' નામ
નવા પ્રોજેક્ટર લાવવા માટે કોર્પોરેશનને 6 થી 10 કરોડનો ખર્ચ કરવો પડે જેની માંગણી પ્લેનેટોરીયમના ઇન્ચાર્જ ડાયરેકટરએ શાસકો અને ઉપરી અધિકારીઓને કરી પણ દીધી છે. પણ જાણે શાસકો અને અધિકારીઓને નવું પ્રોજેક્ટર ખરીદવામાં રસ ન હોય તેમ ઘણા સમયથી પ્રોજેક્ટર માટે નાણાં મંજૂર નથી કરાતા.
પ્લેનેટોરીયમમાં ખગોળીય ઘટનાનું જ્ઞાન મેળવવા વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે, ત્યારે બગડેલા પ્રોજેક્ટરથી લોકોને કેટલી જાણકારી મળતી હશે તે સમજી શકાય. કોંગ્રેસે પાલિકાના સ્માર્ટ અધિકારીઓ શાસકો પાસે ત્વરિત નવું પ્રોજેક્ટર ખરીદી કરી સહેલાણીઓને પૂરો ખગોળ દર્શનનો શો બતાવવામાં આવે તેવી માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube