મહાત્મા મંદિરમાં PM મોદી પોતાના ભાષણમાં WHOના વડા પર ઓવારી ગયા, ડો. ટેડ્રોસને આપ્યું 'તુલસીભાઈ' નામ

WHOના DG ડૉ . ટેડ્રોસે પોતાની સ્પિચ ગુજરાતીથી શરૂઆત કરી. તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધીની ભૂમીમા આવીને ખુશી છે. પીએમ મોદી હંમેશા એક વિશ્વની વાત કરે છે. એનું ઉદાહરણ છે કે WHO નું પહેલું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે. નવું કેન્દ્ર WHO ની મેડિસિન સહિત ડેટા પર પણ કામ કરશે. પરંપરાગત પદ્ધતિથી ઉપચાર પર કામ થશે.

મહાત્મા મંદિરમાં PM મોદી પોતાના ભાષણમાં WHOના વડા પર ઓવારી ગયા, ડો. ટેડ્રોસને આપ્યું 'તુલસીભાઈ' નામ

ઝી ન્યૂઝ/ગાંધીનગર: પીએમ મોદીએ મહાત્મા મંદિરમાં આયોજીત ગ્લોબલ આયુષ ઈન્વેસમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022માં શાનદાર સંબોધન કર્યું હતું. જેમાં વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટનું ઉદ્ધાટન કર્યા બાદ અનેક મોટી જાહેરાત પણ કરી છે. આ પ્રસંગે મોરેશિયસના PM પ્રવિન્દ જૂગનાથ અને WHOનાં વડા, CM ભુપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે.

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને 'તુલસીભાઈ' નામ આપ્યું
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય છે. એમણે કહ્યું હું ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતી રાખો. મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમી પર ગુજરાતી નાતે તુલસીભાઈ નામ આપું છે. તુલસી એ પાંદડૂ છે દરેક પીઢીમાં તુલસીની સેવા થતી હતી.

— ANI (@ANI) April 20, 2022

WHO DG Dr Tedros Adhanom Ghebreyesus, Mauritius PM Pravind Kumar Jugnauth, Gujarat CM Bhupendra Patel & Union AYUSH Minister Sarbananda Sonowal present for the ceremony pic.twitter.com/JGkhb3D5sM

— ANI (@ANI) April 20, 2022

વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાનું આજે પણ ગુજરાતીમાં સંબોધન
WHOના DG ડૉ . ટેડ્રોસે પોતાની સ્પિચ ગુજરાતીથી શરૂઆત કરી. તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધીની ભૂમીમા આવીને ખુશી છે. પીએમ મોદી હંમેશા એક વિશ્વની વાત કરે છે. એનું ઉદાહરણ છે કે WHO નું પહેલું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે. નવું કેન્દ્ર WHO ની મેડિસિન સહિત ડેટા પર પણ કામ કરશે. પરંપરાગત પદ્ધતિથી ઉપચાર પર કામ થશે. આયુર્વેદ અને પંચકર્મ પદ્ધતિનો વ્યાપ વધશે. પરંપરાગત પદ્ધતિથી સારવારનો વૈશ્વિક વ્યાપ વધશે. 

WHO ના ડાયરેક્ટર જનરલે ગુજરાતી ભાષામાં લોકોની હિલચાલ શીખી. તેણે કહ્યું કે કેમ છો માઝા મા? આ સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ખુશ થઈ ગયા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનો ખાસ આભારી છું. તેમણે ભારતના વખાણમાં જે શબ્દો બોલ્યા તેના માટે હું દરેક ભારતીય વતી તેમનો આભાર માનું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news